ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મેટોડાના પરપ્રાંતીય શખ્સની રૂ.7.48 લાખની રોકડ સાથે પિસ્તોલ અને 15 કાર્ટિસ સાથે ધરપકડ

04:21 PM Oct 31, 2025 IST | admin
Advertisement

વી. કે. મેટલ નામના બંધ પડેલા કારખાનાની ઓરડીમાં પોલીસનો દરોડો 16 ચપલા વિદેશી દારૂ પણ મળ્યો

Advertisement

રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસી ગેઈટ નં.3માં વી.કે.મેટલ નામના બંધ પડેલા કારખાનાની ઓરડીમાં રહેતા પરપ્રાંતીય શખ્સને મેટોડા પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે 15 કાર્ટિસ તેમજ અંગ્રેજી દારૂના 16 ચપલા અને રૂા.7.48 લાખ રોકડા સાથે ઝડપી લઇ વિશેષ પુછપરછ માટે બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ મેટોડા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાજદીપસિંહ શુભરાજસિંહ ગોહિલને મળેલી હકીકતને આધારે મેટોડા જી.આઇ.ડી.સી ગેઇટ નં-3 પારેખ સ્ટીલ સામે આવેલ વી.કે. મેટલ નામના બંધ પડેલ કારખાનાની ઓરડીમાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી એક શખ્સ વેચાણ કરે છે. જે હકીકત આધારે દરોડો પાડતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની રાકેશ ચીમનભાઇ તડવીને ત્યાંથી દેશી બનાવટની પીસ્ટલ કિ.રૂ.10,000 તથા કાર્ટીઝ નંગ-15 કિ.રૂ.1500 તથા ભારતીય બનાવટના અલગ અલગ બ્રાંડના ઇગ્લીંશ દારૂના ચપલા નંગ-16 કિં.રૂ.3200 તેમજ રોકડ રૂપીયા 7,48,500 મળી કુલ કિ.રૂ.7,63,200 સાથે ઝડપી લીધો હતો. રાકેશ સામે પ્રોહીબીશન, આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કોરોના પહેલા એમપીથી હથિયાર લઈ આવ્યાનું અને રોકડ રકમ શેઠે પગાર તરીકે આપ્યાનું રટણ કર્યું છે. જેમાં કેટલું તથ્ય છે તે પોલીસ ચકાસી રહી છે. આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી પોલીસે તપાસ જારી રાખી છે. રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ, જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી મેટોડા જી.આઇ.ડી.સીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.પરમાર,પીએસઆઈ એન.બી.ઝાલા, એ.એસ.આઇ. મયુરસિંહ અનિરૂધ્ધસિંહ,યોગીરાજસિંહ અજયસિંહ, ઉપેન્દ્રસિંહ જીતુભા, રાજદીપસિંહ શુભરાજસિંહ, રવુભાઇ ટપુભાઇ, શક્તિસિંહ પ્રહલાદસિંહ, ભાર્ગવભાઇ ચંદુભાઇએ કામગીરી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement