મોરબીના ધરમપુર ગામે વ્યાજખોરોની આધેડને ધમકી
મોરબીના ધરમપુર ગામે રહેતા આધેડએ વ્યાજે લીધેલ રકમનું વ્યાજ અને મુદલ ચૂકવી દીધા છતાં બે ઇસમોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મૂળ મોરબીના ધરમપુર ગામના વતની હાલ મોરબી ન્યુ ચંદ્રેશનગરમાં રહેતા અરવિંદભાઈ દેવશીભાઈ માકાસણા (ઉ.વ.48) આરોપીઓ મનીષ બાલુભાઈ સુરાણી રહે ધરમપુર તા. મોરબી અને આનંદ કિશોરભાઈ ધ્રાગા રહે નાગડાવાસ તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના હોસ્પીટલના કામમાં રૂૂપિયાની જરૂૂરત પડતા દોઢેક વર્ષ પૂર્વે આરોપી મનીષ પાસેથી 10 ટકા લેખે રૂૂ 30,000 લીધા હતા મુદલ અને વ્યાજ એમ કુલ રૂૂ 3 લાખ ચૂકવી દીધા છે.
તેમજ આરોપી આનંદ પાસેથી 10 ટકા લેખે રૂૂ 2 લાખ લીધા હતા અને મુદલ તેમજ વ્યાજ સહીત રૂૂ 4 લાખ ચૂકવ્યા છે છતાં બંને ઈસમો ફોનમાં અને રુબરૂૂ ધરમપુર ગામે ફરિયાદીના ઘરે આવી બળજબરીથી રૂૂપિયાની ઉઘરાણી કરી ધાક ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.