ધ્રાંગધ્રામાં ગટરમાંથી આધેડની લાશ મળી
ધાંગધ્રા શહેરના મોચીવાડ નજીક ગટરમાંથી આધેડની લાશ મળી આવી હતી જેમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આધેડ વિશે તપાસ કરાતા સુમરા ઉસ્માનભાઈ અલીભાઈ રહે સોની તલાવડી ધ્રાંગધ્રા વાળા હોવાનું સામે આવ્યું હતું જેમાં ગમ્યો કારણસર ગટરમાં પડી જતા મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ સીટી પોલીસ ચલાવી રહી છે.
ધ્રાંગધ્રા મા મોચીવાડ પાસે સ્ટેટ વખતની મેઈન ગટર લાઈન આવેલી છે ત્યારે ગટર મા કોઈ અજાણ્યા પુરૂૂષ ની લાશ પડી હોવાની ખબર પડતા ધટના સ્થળે સીટી પીઆઈ એમ સી મશી પીએસઆઈ વાધેલા સફરાજખાન બ્રીજરાજસિહ. અને સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને આધેડની લાશને બહાર કાઢી ને ધ્રાંગધ્રા સરકારી દવાખાના પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે લાશ સુમરા ઉસ્માનભાઈ અલીભાઈ રહે સોની તલાવડી વાળાનુ હોવાનું જાણવા મળતા પરીવાર જનો દોડી આવ્યા હતા ત્યારે મરનાર નુ નુ મોતનું કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ બહાર આવશે ત્યારે પ્રાથમીક તપાસ મા અકસ્માતે પડી જવાથી મોત થયા જાણવા મળ્યું છે ત્યારે વધુ તપાસ ધ્રાંગધ્રા સીટી પોલીસ કરી રહી છે.