જામકંડોરણામાં પહેલા માળેથી પગ લપસતા નીચે પટકાયેલા આધેડનું મોત
જામકંડોરણામાં રહેતા આધેડ પહેલા માળે હતા ત્યારે અકસ્માતે રેલિંગમાંથી પગ લપસતા નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામકંડોરણામાં રહેતા જેન્તીભાઈ બેચરભાઈ પરમાર નામના 48 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે પહેલા માળેથી રેલિંગમાંથી પગ લપસતા નીચે પટકાયા હતા આધેડને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જેન્તીભાઈ પરમાર ત્રણ ભાઈમાં વચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ટંકારાના ગણેશનગર (વીરવા) ગામે રહેતા જશુબેન નાગજીભાઈ પટેલ નામના 54 વર્ષના પ્રોઢાનું બીમારી સબબ રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
મૃતક પ્રોઢાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.