રાજપૂતપરામાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી 2.25 લાખના મેટલના સામાનની તસ્કરી
રાજપુતપરામાં ગરાસીયા બોર્ડિંગ ની સામે ખોડીયાર ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસમાં ઘુસી તસ્કરોએ અલગ અલગ સાઈઝના મેટલનો સામાન ₹2.25 લાખનો ચોરી કરી લઇ જતા ટ્રાન્સપોર્ટરે એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી.વધુ વિગતો મુજબ,કાલાવડ રોડ કોસ્મો કોમ્પ્લેક્સની પાછળ સેરેનિટી ગાર્ડનમાં રહેતા ટ્રાન્સપોર્ટર રાજદીપસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા (ઉ.વ.28)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રાજપુતપરા શેરી નં.05 માં શ્રી ખોડીયાર ટ્રાંસ્પોર્ટ ની ઓફીસ મારા દાદાના સમયથી છે જ્યા હાલ હું તથા મારા પિતાજી બેસીને માલ સામાનનુ અલગ અલગ શહેરમાં ટ્રાન્સ્પોટેશનનું કામ કરીએ છીએ અને બહારના શહેરમાંથી આવેલ માલ સામાન અહીના એડ્રસ ઉપર પહોચાડીએ છીએ.
ગઇ તા.28/10ના સવારના અગ્યારેક વાગ્યે અમારી ટ્રાંન્સ્પોર્ટ કંપનીની ગાડીમાં ભાવનગર ખાતેથી મહેંન્દ્ર મેટલ ટ્રેડલીંક દ્વારા ગન મેટલનો ભંગાર(કોપર)નો સ્ક્રેપ જે અલગ અલગ સાઇઝના નંગ-55 જેનો વજન આશરે 1580 કી.લો. જેની કીમત આશરે રૂૂપીયા 11,54,822/- વાળુ જે તેઓએ અહી રાજકોટ ખાતે કોસીનેટ એંન્જીન્યર કંપની જી.આઈ.ડી.સી. ઉધ્યોગનગર ભકતીનગર વાળાને મોકલેલ હતો જેથી તે ગન મેટલનો ભંગાર સ્ક્રેપ મે મારી ઉપરોક્ત સરનામે આવેલી ઓફીસ ખાતે ઉતારેલ અને મારી ઓફીસમાં રખાવી દીધો હતો.બાદ ગઇ તા.31/10 ના બપોરના અમારી કંપનીની રીક્ષામાં સદરહું તમામ ગન મેટલનો ભંગાર(કોપર) નો સ્ક્રેપ જે અલગ અલગ સાઇઝના નંગ-55 જેનો કુલ વજન આશરે 1580 કીલો જેની કીમત રૂૂપીયા આશરે 11,54,822/- વાળો સામાન ભરી અને અમોએ રાજકોટ ખાતે આવેલ કોસીનેટ એંન્જીન્યર કંપની જી.આઈ.ડી.સી. ઉધ્યોગનગર ભકતીનગર ખાતે મોકલી આપ્યો હતો.
ત્યાર બાદ થોડા સમય બાદ કોસીનેટ એન્જીન્યર કંપનીના માલ રીસીવ કરનાર કર્મચારી નો મારી ઓફીસના મોબાઇલ ફોનમાં ફોન આવેલ અને કહેલ કે તમે મોકલાવેલ ગન મેટલ સ્ક્રેપ જે કુલ ભાવનગરથી મંગાવેલ તે 55-નંગ જેનો વજન આશરે 1580 કી.લો. જેની કીમત આશરે રૂૂપીયા 11,54,822/- વાળો મંગાવેલ પરં તુ તમે અહીયા ગન મેટલ સ્ક્રેપ જે અલગ અલગ સાઇઝના નંગ-48 આવેલ છે અને તેનો કુલ વજન 1392 થયેલ છે અને આમા 7 નંગ અને 188 કીલોનો માલ ઘટે છે અને અમે મંગાવેલ ગન મેટલના સ્ક્રેપ માંથી અમારો માલ 188 કીલો માલ ઘટે છે. તેવી વાત જણાવેલ જે બાદ અમોએ અમારી રીતે અમારા ઓફીસમાં તપાસ કરેલ તો આ ગન મેટલનો સ્ક્રેપ ક્યાંય મળી આવેલ નહી જેની કીમત આશરે રૂૂપીયા 2,25,167 સ્ક્રેપનો માલ મળી આવેલ નહી.જે મામલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.