For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રમાં કેબલ વાયર ચોરી કરતી કચ્છની ટોળકીનો સભ્ય પકડાયો, 4ની શોધખોળ

01:48 PM Nov 29, 2025 IST | Bhumika
સૌરાષ્ટ્રમાં કેબલ વાયર ચોરી કરતી કચ્છની ટોળકીનો સભ્ય પકડાયો  4ની શોધખોળ

જિલ્લાના કોટડાસાંગાણી, ભાડલા, આટકોટ અને પડધરીમાં થયેલી 4 ચોરીનો ભેદ ખુલ્યો

Advertisement

સૌરાષ્ટ્રમાં પવનચક્કીના કેબલ વાયર તેમજ પીજીવીસીએલના વાયરની ચોરી કરતી કચ્છની ટોળકીના એક સભ્યને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી લઈ રાજકોટ જિલ્લાની કોટડાસાંગાણી, ભાડલા, આટકોટ અને પડધરીમાં થયેલી ચાર ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. આ ટોળકીના અન્ય ચાર સભ્યોના નામ ખુલતાં તેની ધરપકડની તજવીજ હાથ ધરાઈ છે.રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા વખતથી પવન ચક્કીના કેબલ વાયર તથા જીઈબીના કોપર વાયરની ચોરીના બનાવો બન્યા હોય સૌરાષ્ટ્રમાં આવેલ ચોટીલા આસપાસ ભાડલા તેમજ જસદણ હાઈવે પર જીઈબીના ટ્રાન્સફોર્મમાંથી કોપર વાયરની કોયલની ચોરી તેમજ જામનગર હાઈ-વે પર પણ પવન ચક્કીના તાળા તોડી કોપર વાયરની ચોરીના બનાવો બન્યા હોય આ ચોરીમાં એકજ ટોળકીની સંડોવણી હોવાની માહિતી રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમને મળી હોય જેના આધારે તપાસ કરતાં કચ્છનાં અંજાર પંથકની આ ટોળકીને ગ્રામ્ય એલસીબીએ ઓળખી કાઢી હતી અને આ ટોળકીના સભ્યો કચ્છના અંજારના પસવારીયા ગામના નાગજી ઉર્ફે નગો લક્ષ્મણભાઈ રાણાભાઈ સેખાણીને ઝડપી લીધો હતો. જેણે સૈારાષ્ટ્રમાં તેના સાગ્રીત અંજારના પ્રેમજી હરજી ભીલ, કચ્છના ગળપાદરના વશરામ વિરમ મકવાણા, અંજારના નવાનગરના દેવરાજ ઉર્ફે નાનો અશોકભાઈ જીવાભાઈ ઠક્કર અને રૂડાભાઈ ભચ્છુભાઈ ઠાકોરની મદદથી કોટડાસાંગાણી, ભાડલા, આટકોટ અને પડધરીમાંથી ચોરી કર્યાની કબુલાત આપી છે.

આ ચારેયની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુજ્જરની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહિલ તથા સ્ટાફના બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, ઈન્દ્રસિંહ જાડેજા, અમીતભાઈ કનેરીયા, અનિલભાઈ ગુજરાતી, રોહિતભાઈ બકોતરા, ધર્મેશભાઈ બાવડીયા, વાઘાભાઈ આલ, પ્રણયભાઈ સાવલીયા, રસીકભાઈ જમોડ, અબ્બાસભાઈ ભારમલ, અનિરૂધ્ધ સિંહ જાડેજા, મેહુલભાઈ સોનરાજ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement