વિંછીયામાં બુકાનીધારી ટોળકી ત્રાટકી, બે દુકાનમાંથી રૂપિયા બે લાખની ચોરી
વિછીયામાં છેલ્લા એક માસથી બુકાનીધારી શખ્સોએ આંતક મચાવી પોલીસને પડકાર ફેક્યો છે. તસ્કરોએ બે દુકાન માંથી 2 લાખની મતા ચોરી જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂૂ કરી છે. 18 દીવસમા ચોરીનાં બે બનાવો બન્યા હોવા છતા પોલીસ હજુ સુધી આ મામલે તસ્કરોને પકડવામા નિષ્ફળ ગઇ છે.
મળતી વિગતો મુજબ ચોરીના બે બનેલા બનાવોમાં વિછીયાના જસદણ રોડ ઉપર આવેલ મહેશભાઈ ધીરુભાઈ વેગડની મહાવીર મોટર ગેરેજ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા ગેરેજનુ કામ કરતા અને સ્પેર પાર્ટની દુકાન ધરાવતા મહેશભાઇની દુકાનનુ શટર ઉચકાવી 1.55 લાખ રોકડા ચોરી ગયા હતા. સીસીટીવીમા 4 શખસો કેદ થયા હતા. આ બનાવ ગત તા. 30-9 નાં રોજ બન્યો હોય તે પુર્વે ગત તા. 11-9 નાં રોજ જસદણ રોડ પર આવેલ વનરાજભાઇ નરશીભાઇ રોજાસરાની કિશાન મોટર રિવાઇડીગ નામની દુકાનમા પણ ચોરીનો બનાવ બન્યો હતો. એક જ મોડસ ઓપરેન્ડીથી દુકાનનુ શટર ઉચકાવી તેમાથી 30 હજારનો કોપર વાયર અને અન્ય મુદામાલ સહીત 39 હજારની ચોરી થઇ હતી.
આ બંને ચોરીમા એકજ ટોળકીની સંડોવણી હોવાનુ સ્પષ્ટ થયુ હતુ વનરાજભાઇ રોજાસરા અને મહેશભાઇ વેગડની દુકાનમા થયેલી બે લાખની ચોરી મામલે સીસીટીવી ફુટેજમા 4 બુકાનીધારી શખસો કેમેરામા કેદ થયા હતા. મોઢે બુકાની પહેરી આ ચાર શખસોએ દુકાનનાં શટર ઉચકાવી ચોરી કરી હતી . આ મામલે પોલીસ ફરીયાદ નોંધાવી હોય છેલ્લા 18 દીવસમા ચોરીનાં આ બે ઘટના ઉપરાંત વિછીયામા નાની મોટી ચોરીનાં બનાવો બન્યા હોય છતા હજુ સુધી પોલીસ આ ચોરીમા સંડોવાયેલ ટોળકીને પકડવામા નિષ્ફળ ગઇ છે.