ભાવનગરમાં મોબાઇલનો અવાજ ધીમો રાખવાનું કહેતા પરિણીતાનો આપઘાત
ચુંદડી વડે ફાંસો ખાઇ લઇ જિંદગી ટૂંકાવી
ભાવનગરમાં રહેતી પરણિતા પોતાના મોબાઇલ ફોનમાં કોઈ કોમેડી વિડિયો જોઈ રહી હતી ત્યારે મોબાઇલનો અવાજ ઓછો કરવાનું કહેતા તેને માંઠુ લાગી જતાં ચુંડવી વડે ફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરદશહેરના સરિતા સોસાયટી, શેરી નંબર 11માં રહેતી જયશ્રીબેન ગોપાલભાઈ ચૌહાણ ઉં.વ.25 પોતાના મોબાઈલ ફોનમાં કોઈ કોમેડી વિડિયો જોઈ રહી હતી ત્યારે તેને મોબાઈલનો અવાજ ઓછો કરવાનું કહેતા જે વાતનું જયશ્રીબેને માંઠુ લાગી જતા ચુંદડી વડે ફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતાં બોરતળાવ પોલીસે દોડી જઈ જયશ્રીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગોપાલભાઈ ભુપતભાઈ ચૌહાણે આપેલા નિવેદનના આધારે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી બનાવની વધુ વિગત હાથ ધરી હતી. સામાન્ય બાબતે પરણિતાએ ભરેલા અંતિમ પગલાથી પરિવારજનોમાં શોક છવાયો છે.