ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરના દયાળ ગામે વાડીમાંથી રૂા.8,61,000નો ગાંજો ઝડપાયો

02:16 PM Nov 13, 2025 IST | admin
Advertisement

ભાવનગર જિલ્લાનાતળાજા પંથકમાં ખાસ કરીને દાઠા પોલીસ વિસ્તારમાં ગાંજો,અફીણ અને કાલા નો ધંધો મોટાપ્રમાણમાં છે.કારણકે અહીં પ્રસંગોપાત નશીલા પદાર્થ પીરસવાની પ્રથા છે અને અહીં બંધાણીઓ પણ છે.આજે દાઠા પોલીસ ને મળેલ બાતમી ના આધારે દયાળ ગામે વાડી મા રેડ કરી 17કિલો 200 ગ્રામ વાવેલ ગાંજો પકડી ને ઈસમ ને ઝડપી લેવામાં આવ્યો છે.

Advertisement

તળાજા પંથકમા લગ્ન પ્રસંગ સહિત ના અવસરે નશીલા પદાર્થ જે કાયદા ની ભાષામાં સેવન કરવું ગેરકાયદેસર છે તે આવેલ મહેમાનો ને પીરસવાની પ્રથા આજેપણ જળવાય છે.ખાસ કરીને વિલાયતી દારૂૂ,અફીણ અને કાલા છે.તેની સાથે અનેક વ્યક્તિઓ ગાંજા નું સેવન પણ કરે છે.વધુ પડતું બીડી અને ચલમ થી પીવામાં આવે છે.

દયાળ ગામે પોલીસ ની સફળ રેડ ને લઈ પો.ઇ ચેતન મકવાણા એ જણાવ્યું હતુ કે મળેલ બાતમી ના આધારે દયાળ ગામના વિરકું ચીંથરભાઈ બાટીયા એ પોતાની વાડી મા ગાંજો વાવેલ હોય રેડ કરી હતી.અહીંથી પોલીસે 17 કિલો અને 200 ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે તેની કિંમત રૂૂ.8,61,000/- નો ગણી કબ્જે લઈ વિરકું બાટીયા ની ધરપકડ કરી હતી.

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement