For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણના રાણીંગપર ગામે ખેતરમાં રૂા.71.32 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડ

01:15 PM Nov 17, 2025 IST | admin
જસદણના રાણીંગપર ગામે ખેતરમાં રૂા 71 32 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું  ખેડૂતની ધરપકડ

જસદણના રાણીંગપર ગામની સીમમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી રૂૂ.71.32 લાખનું ગાંજાનું વાવેતર પકડી પાડી ખેડૂતની ધરપકડ કરી હતી. તુવેરના વાવેતર વચ્ચે ખેડૂતે ગાંજાના છોડ વાવ્યા હતા જે અંગે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમને મળેલી બાતમીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ તથા ગાંજાનું વાવેતર કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ વડાની સુચના અન્વયે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ.એ.પારગી સાથે એસ.ઓ.જીનો સ્ટાફ સાથે જસદણ-ભાડલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.

Advertisement

તે દરમ્યાન એસઓજીના વિજયભાઇ વેગડ અને ચંદુભાઇ પલાળીયાને મળેલી સંયુકત બાતમીને આધારે જસદણના રાણીંગપર ગામની સીમમાં રાયધનભાઇ રત્નાભાઇ સોમાણીએ પોતની કબ્જા ભોગવટા વાડીમાં ગાંજાના લીલા છોડ વાવેતર કરેલ હોય જે હકિકત આધારે એસઓજીએ દરોડાઓ પાડ્યો હતો. જેમાં તપાસ કરતા તુવેરની આડમાં વાવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 142 કિલો 640 ગ્રામ કીમત રૂૂ.71.32 લાખના મુદ્દામાલ સાથે રાયધનભાઇ રત્નાભાઇ સોમાણીએ ઝડપી લઇ ભાડલા પોલીસમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સાથે જીલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સુચનાથી એસઓજીના પી.આઈ એફ.એ.પારગી સાથે પી.એસ.આઈ કે.એમ.ચાવડા તથા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, શીવરાજભાઇ ખાચર, પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઇ વેગડ, મયુરભાઇ વિરડા, નૈમીષભાઇ મહેતા, ચંદુભાઇ પલાળીયા, વિજયગીરી ગોસ્વામી, ચિરાગભાઇ કોઠીવાર, હિમતસિંહ પાલ, વિપુલભાઈ ગોહિલ, રામદેવસિંહ ઝાલા , નવદિપભાઇ બાબરીયા, કલ્પેશભાઇ કોઠીવાર, નિર્મળસિંહ ચુડાસમા, અમુભાઇ વિરડા, નરશીભાઇ બાવળીયાએ કામગીરી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement