ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બોટાદમાં કપાસ સાથે વાવેલું એક કરોડનું ગાંજાનું વાવેતર ઝડપાયું

12:57 PM Dec 03, 2025 IST | Bhumika
Advertisement

ખેડૂતની ધરપકડ, ત્રણ શખ્સોના નામ ખુલતા શોધખોળ : સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી SMCનો દરોડો

Advertisement

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગેરકાયદે નશીલા પદાર્થોના વાવેતર સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે એક ખેતરમાંથી કપાસના વાવેતરની આડમાં છૂપાવીને કરાયેલું ગાંજાનું મોટા પાયે ગેરકાયદે વાવેતર ઝડપી પાડ્યું છે.

રાતના અંધારામાં SMCના આ દરોડામાં, આશરે ₹99.50 લાખ એટલે કે એક કરોડની બજાર કિંમત ધરાવતા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ ખેતરના માલિક અજીતસિંહ જીવાભાઈ બારડની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 3 આરોપી ફરાર છે.

આ પણ વાંચો, સાયલામાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર SMC દ્વારા ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખેતરમાં કપાસના પાકની વચ્ચે આયોજનબદ્ધ રીતે ગાંજાના છોડનું વાવેતર કરીને કાયદાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી કુલ 93 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેનું કુલ વજન લગભગ 198 કિલોગ્રામ જેટલું થાય છે. આટલી મોટી માત્રામાં ગાંજો મળવો, તે આ વિસ્તારમાં નશીલા પદાર્થોના નેટવર્ક સામેની એક મોટી સફળતા ગણાય છે.

ગેરકાયદે નશીલા પદાર્થોના વાવેતર અને હેરાફેરીના આ ગંભીર મામલે SMC દ્વારા મુખ્ય આરોપી અજીતસિંહ બારડ (રહે. નાની વાવડી)ની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને તેને આગળની તપાસ માટે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય ત્રણ વ્યક્તિઓને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
આ કાર્યવાહી NDPS એક્ટની કલમ 8(બ), (ભ), 20(અ)(શ), 20(ઇ)(શશ)(ભ), અને 29 હેઠળ નોંધવામાં આવી છે. સમગ્ર રાણપુર વિસ્તારમાં આટલા મોટા પાયે થયેલા ગેરકાયદેસર વાવેતરની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે.

વોન્ટેડ આરોપીઓમાં કોણ-કોણ?
મહાવીરસિંહ પઢીયાર (રહે. નાની વાવડી) - મદદગાર
ધામા સોલંકી (રહે. સરાગવાલા, ધંધૂકા) - મદદગાર
રતનસિંહ ચાવડા (રહે. સુંદરીયાણા) - ગાંજાના બીજનો સપ્લાયર

Tags :
BotadBotad newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement