લીંબડીના ઉધલમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, 140 છોડ સાથે વાડી માલિક ઝડપાયો
12:55 PM Sep 05, 2025 IST
|
Bhumika
Advertisement
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે NDPS એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે લીંબડી તાલુકાના ઉઘલ ગામમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરતા એક ખેડૂતને ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)ની સૂચના મુજબ, SOG PI બી.એચ.શીંગરખીયાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. પોલીસે ઉઘલ ગામના લાભુભાઇ નારૂૂભાઇ છલુરા (ઉંમર 54)ની ધરપકડ કરી છે.
Advertisement
આરોપી પોતાની વાડીમાં પાસ-પરમીટ વગર લીલા ગાંજાના 140 છોડનું વાવેતર કરી રહ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાના છોડનું વજન 18 કિલો 400 ગ્રામ છે. આ મુદ્દામાલની કિંમત ₹1,84,000 આંકવામાં આવી છે. આરોપી વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ઙઈં બી.એચ.શીંગરખીયાના નેતૃત્વમાં ઙજઈં એન.એ.રાયમા, ઙજઈં આર.જે.ગોહીલ સહિત જઘૠની ટીમના અન્ય સભ્યો જોડાયા હતા.
Next Article
Advertisement