માળિયાના સરવડ ગામે મકાનમાંથી ગાંજાનુ વાવેતર ઝડપાયું : એકની ધરપકડ
04:27 PM Oct 28, 2025 IST
|
admin
Advertisement
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે એક રહેણાંક મકાનમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. એસઓજીની ટીમે દરોડો પાડી 3.350 કિલો ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
Advertisement
પ્રાપ્ત માહિતી અનુસાર, સરવડ ગામમાં સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં રહેતા પ્રવીણભાઈ મગનભાઈ વિરમગામા (ઉંમર 49) ના મકાનમાં ગાંજાનું વાવેતર થતું હોવાની બાતમી એસઓજીને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન સ્થળ પરથી ગાંજાના નાના-મોટા કુલ 13 લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે 3 કિલો 350 ગ્રામ વજનનો, અંદાજે 33,500 રૂૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.
આરોપી પ્રવીણભાઈ વિરમગામા વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબાર ચલાવી રહ્યા છે.
Next Article
Advertisement