ચોટીલા રાજકોટ હાઇવેની અનેક હોટેલો ગોરખધંધાનું હબ? બાયો ડીઝલ કૌભાંડ ઝડપાયું
યુ.પી.બિહાર પંજાબી ઢાબા હોટલ અને દરભંગા હોટલમાં પ્રાત અધિકારીના દરોડા
70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, બંન્ને હોટલોને મરાયા સીલ
ચોટીલા રાજકોટ હાઇવે ઉપર મોલડી ગામ નજીક આવેલ બે હોટલોમાં મધરાત્રીના ચોટીલા પ્રાત અધિકારી તથા તેમની ટીમે દરોડા પાડતા જ્વલનશીલ પદાર્થ 43250 લીટર બાયોડીઝલનો જથ્થો તથા ટેન્કર, હોટલમાં ગે. કા સંગ્રહ કરાતા પાચ જેટલા ટાંકાઓ સહિત રૂૂ. 70 લાખ થી વધુનો મુદ્દામાલ કબજે કરી સીઝ બંન્ને હોટેલોને સીલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામી છે.
ચોટીલા સબ ડિવિઝન વિસ્તારમાં ગે. કા. ખનીજ ખનન, વહન સાથે ગે. કા કેમિકલનું મોટૂ વેચાણનું નેટવર્ક ચાલું છે. આવા ખનીજ તેમજ કેમિકલ માફિયા અને ગે. કા. ધંધા ને નાથવા સામે ચોટીલા પ્રાત અધિકારી એચ. ટી. મકવાણા તથા તેઓની ટીમ સક્રિયતા સાથે દરોડા સહિતની કડક કાર્યવાહી કરી રહેલ છે. તા.11ના રાત્રીનાં ચોટીલા નાયબ કલેક્ટર તથા તેમની સંયુક્ત ટીમે રાજકોટ હાઇવે ઉપર મોટી મોલડી ગામ પાસે આવેલ યુ.પી.બિહાર પંજાબી ઢાબા હોટલ અને યુ.પી.બિહાર દરભંગા હોટલ દરોડા પાડતા બંને હોટલ માંથી મોટા પ્રમાણમાં જવલનશીલ પદાર્થ મળી આવેલ હતો જેમાબંને હોટલો માંથી જુદા જુદા પાંચ ટાંકાઓ મળી આવેલ છે તેમજ તેમજ એક મોટુ 40 કેએલ નું શંકાસ્પદ જવલનશીલ પદાર્થ ભરેલો ટેન્કર પણ મળી આવેલ છે.
આ દરોડા દરમ્યાન કુલ 43250 લીટર બાયોડીઝલનો જથ્થો અને એક ટેન્કર મળીને રૂૂ.70,70,750/- (રૂૂપિયા સીતેર લાખ સીતેર હજાર સાતસો પચ્ચાસ પુરા ) નો મુદ્દામાલ કબ્જે કરી સીઝ કરી હોટલ માલિક વાકાનેરનાં ઠીકરીયાળા ગામના જેઠુરભાઈ રામભાઈ ખાચર, તેમજ ચોટીલાના ખેરડી ગામના વિક્રમભાઇ જોરૂૂભાઈ ધાંધલ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.ચોટીલા પંથકમાં પ્રાત અધિકારીના ગે. કા કારોબાર અને ખનીજ, કેમિકલ માફિયાઓ સામે હાથ ધરાયેલ ઝૂંબેશ ને કારણે ફફડાટ મચેલ છે તેમ છતા ધંધાર્થીઓ અવનવી તરકીબ અપનાવી ગે. કા ધંધાઓ કરતા હોવાનું કહેવાય છે.
શંકા ન જાય તે માટે પાકા બાંધકામ સહિતની મોડસ ઓપરેન્ડી: 13 કલાક ચાલી કાર્યવાહી
પકડાયેલ તમામ જથ્થો કોઈને શંકા ન જાય તે માટે રાખેલ બાયોડીઝલ પર પાકા બાંધકામ કરવામાં આવેલ હતા. જે સ્ટ્રકચર જેસીબી ની મદદથી તોડી પાડવામાં આવેલા હતા. ખુશ્બુ હોટલમાં રસોડાના પ્લેટફોર્મ ને બે ટાંકા બનાવી અને આ બાયોડીઝલ રાખવામાં આવેલ હતો , સદર તમામ 5(પાંચ) ટાંકાઓમાંથી જવલનશીલ પદાર્થના નમુનાઓ લેવામાં આવેલ છે, સદરહું ગેરકાયદેસર અનઅધિકૃત ધંધો પોતાની જિંદગી અને બીજાની જિંદગી જોખમમાં મૂકી કરતા હોય આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની દુર્ઘટના બનવાની શક્યતા રહેલ હતી અને મોટા પ્રમાણમાં જાન હાનિ થવાના શક્યતા પણ રહેલ હતી. તંત્ર ના દરોડાની કાર્યવાહી તા. 11 ના મોડી રાત્રીના 12/00 કલાક થી બીજા દિવસે બપોરના 01/00 કલાક સુધી કાર્યવાહી ચાલુ રહી હતી.