ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂની અદાવતમાં માથાકૂટ થાય તો ફાયરિંગ કરવા માટે મનહરપરાના શખ્સે બે વર્ષથી તમંચો રાખ્યો’તો

03:44 PM Feb 01, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટના શખ્સ પાસેથી જ તમંચો અને કાર્ટીસ ખરીદ્યા’તા: એસઓજીની કાર્યવાહી

Advertisement

શહેરના ભાવનગર રોડ અમુલ સર્કલથી આજીડેમ ચોકડી તરફ જતાં રસ્તા પર ભાતનગર જવાના રસ્તે આઇટીઆઇ છાત્રાલયના પાછળના ભાગેથી મુળ ધોરાજીના હાલ ભાવનગર રોડ રોડ પર મનહરપરા-1 ફાયર બ્રિગેડ પાછળ રહેતાં અસલમશા ઉર્ફ અસલો આમીરશા શાહમદાર (ઉ.વ.37)ને એસઓજીએ દેશી તમંચા સાથે પકડી લઇ 5 હજારનો તમંચો અને ચાર જીવતા કાર્ટીસ પણ કબ્જે કર્યા છે. આ અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.આરોપીની પૂછપરછ કરતાં તેને માથાકૂટોમાં સામા ભડાકા કરવાં બે વર્ષથી રાજકોટના શખ્સ પાસેથી તમંચો ખરીદ કર્યાની કબુલાત આપી હતી.

એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ.બી.ઘાસુરા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના કોન્સ્ટેબલ કિશોર ઘુઘલ અને અમીત ટૂંડિયાને અગાઉ દારુના અને ચોરીના કેસમાં પકડાયેલ અસલમશાહ ઉર્ફે અસલો આમીરશાહ શાહમદાર નામનો શખ્સ ભાવનગર રોડ પર અમુલ સર્કલથી આજીડેમ ચોકડી તરફ જતા ભારતનગર તરફ જવાના રોડ ઉપર આવેલ આઈ.ટી.આઈ. છાત્રાલયના પાછળના ભાગે જાહેર રોડ પર ઉભેલ છે અને તેના કબ્જામાં ગેરકાયદેસર હથીયાર હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે બાતમીના સ્થળે દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સનું નામ પુછતા પોતાનુ નામ અસલમશાહ ઉર્ફે અસલી આમીરશાહ શાહમદાર (ઉ.વ.37), (રહે.મનહરપરા શેરી નં.01, બેડીપરા ફાયરબ્રીગેડ પાછળ, ભાવનગર રોડ) હોવાનું જણાવેલ હતું.

એસઓજીની ટીમે શખ્સની તલાશી લેતાં તેણે પહેરેલ પેન્ટના નેફામાંથી એક દેશી બનાવટનો તમંચો અને ખિસ્સામાંથી 4 જીવતા કાર્ટીસ મળી આવતાં આરોપીની ધરપકડ કરી દેશી બનાવટનો તમંચો અને 4 જીવતા કાર્ટીસ કબ્જે લઈ સઘન પૂછતાછ આદરી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તમંચો સાથે પકડાયેલ શખ્સે રાજકોટના કોઈ વ્યક્તિ પાસેથી બે વર્ષ પહેલાં ખરીદી હતી અને અગાઉથી ચાલી આવતી અદાવતમાં સામે ભડાકા કરવાં પોતાની સાથે જીવતા કાર્ટીસ સાથે તમંચો રાખ્યો હોવાની પણ કબુલાત આપી હતી. ઉપરાંત આરોપી અગાઉ અનેક દારૂૂ અને ચોરીના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું પણ ખુલ્યું હતું.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement