For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માણાવદરના વેપારીને મોબાઇલમાં RTOની ઇ-ચલણની ફાઇલ મોકલી 14.36 લાખની ઠગાઇ

01:53 PM Oct 08, 2025 IST | Bhumika
માણાવદરના વેપારીને મોબાઇલમાં rtoની ઇ ચલણની ફાઇલ મોકલી 14 36 લાખની ઠગાઇ

સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માણાવદરના પ્રતિષ્ઠિત કપાસના વેપારી અને ઉદ્યોગપતિ પ્રેમજીભાઈ નાથાભાઈ મણવર પટેલ (ઉંમર 74) સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. માત્ર એક RTO ઈ-ચલણની APK ફાઇલ ડાઉનલોડ કરવાથી તેમના બેંક ખાતામાંથી અધધ ₹ 14,36,632 (ચૌદ લાખ છત્રીસ હજાર છસો બત્રીસ રૂૂપિયા) ટ્રાન્સફર થઈ ગયા હતા.

Advertisement

ફરિયાદમાં જણાવ્યા મુજબ આ ઘટના તા. 09/07/2025ના રોજ બપોરના આશરે 3:00 વાગ્યાની આસપાસ બની હતી. વેપારી પ્રેમજીભાઈ પટેલ તેમની માણાવદર, રાજેન્દ્ર રોડ સ્થિત ઓફિસમાં હાજર હતા.ત્યારે તેમના WhatsApp પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી એક RTO ઈ-ચલણની APK ફાઇલ આવી હતી. રાજકોટમાં મેરેજ પ્રસંગે કાર લઈને ગયા હોવાથી, તેમને લાગ્યું કે કદાચ ટ્રાફિક નિયમનો ભંગ થયો હશે અને RTO દ્વારા ઓનલાઈન મેમો આવ્યો હશે.

કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વિના પ્રેમજીભાઈએ તે અજાણ્યા નંબર પરથી આવેલી APK ફાઇલ ડાઉનલોડ કરી. ફાઇલ ડાઉનલોડ થતાંની સાથે જ તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો. થોડી જ વારમાં તેમના મોબાઇલમાં બેંક ખાતામાંથી પૈસા ઉપડી ગયાના OTP મેસેજ આવવાના શરૂૂ થઈ ગયા હતા. ગભરાઈને તેમણે તાત્કાલિક માણાવદર સ્થિત HDFC બેંક શાખાનો સંપર્ક કર્યો, જ્યાં તેમને જાણવા મળ્યું કે તેમના પેઢીના ખાતા માંથી તે જ દિવસે ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹ 14,36,632ની રકમ ઓનલાઇન ટ્રાન્સફર થઈ ગઈ છે.

Advertisement

પ્રેમજીભાઈએ તાત્કાલિક પોતાનું બેંક ખાતું બ્લોક કરાવ્યું હતું અને સાયબર ક્રાઇમ ટોલ ફ્રી નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી, જેનો એકનોલેજમેન્ટ નંબર છે.સાયબર પોલીસે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે પ્રેમજીભાઈને માહિતી આપી કે ઉપડી ગયેલા પૈસા કોઈ અજાણ્યા વ્યક્તિએ CASHFREE ગેટ-વેનો ઉપયોગ કરીને વિવિધ ક્રેડિટ કાર્ડ્સમાં ટ્રાન્સફર કર્યા હતા.પ્રેમજીભાઈ મણવરે સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢમાં લેખિત ફરીયાદ નોંધાવી છે.

પોલીસે આ અજાણ્યા નંબર સાથે સંકળાયેલા સંદિગ્ધ વ્યક્તિની ટેક્નિકલ તપાસ શરૂૂ કરી છે. આ કિસ્સો ફરી એકવાર દર્શાવે છે કે, ઓનલાઇન આવતી અજાણી લિંક્સ કે ફાઈલ્સ પર ક્લિક કરતા પહેલાં અત્યંત સાવધાની રાખવી જરૂૂરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement