પોરબંદરની આંગડિયા પેઢીના સંચાલક સાથે ભરૂચ અને યુકેના શખ્સો દ્વારા 44 લાખની ઠગાઇ
પોરબંદરમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે તેના પાડોશી સહિત ચાર લોકોએ વિશ્વાસઘાત કરી 44 લાખની છેતરપિંડી કરી અને ફરિયાદ કરશે તો મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પોરબંદરના મિલપરામાં લાડવા ડેલા પાછળ રહેતા અને ઇન્દ્રપ્રસ્થ હોટલમાં નીચેના ભાગે એચ.એમ. આંગડિયા પેઢી ચલાવતા વિમલ પ્રતાપ સીડા (ઉ.વ. 35) નામના યુવાનને રાજીવનગરના પટેલનગરમાં રહેતા શૈલેષ મગન સાવલિયા તેના પાડોશી હતા અને પરિચય થતાં તેમણે રાજીવનગર પેટ્રોલ પંપ પાછળ લંડન હાઉસ એપાર્ટમેન્ટમાં રહેતા પુંજા અરભમ અમર વિમલને ત્યાં આંગડિયું કરવા આવશે તેમ ભલામણ કરી હતી.
ત્યારબાદ પૂંજા અરભમ અમર વતી નાણાંકીય વ્યવહાર કરવા શૈલેષ અવારનવાર વિમલની ઓફિસે આવતો અને તેના ઉપર ભરોસો અને વિશ્વાસ રાખી નાણાકીય વહીવટ થતો હતો. એક વખત પૂંજા અમરે વિમલને મેસેજ કરી ભરૂૂચના રાજા મોઢા નામનાં વ્યક્તિને 60 લાખ રૂૂપિયાનું આંગડિયું મોકલવા જણાવ્યું હતું. પરંતુ અપૂરતી રકમ જમા હોવાના કારણે વિમલને પૈસા જમા કરાવવાનું કહેતાં પૂંજાએ યુકેના લીલા નિલેશ મોઢવાડિયા પાસેથી 30,000 પાઉન્ડનું પેમેન્ટ આવશે એટલે ચૂકવી આપશે તેમ જણાવ્યું હતું. વિમલે તેમના ભરોસે 60 લાખ ભરૂૂચના રાજા મોઢાને મોકલ્યા હતાં.
પૂંજાના ફરિયાદીની બ્રાન્ચમાં જમા રહેલી રકમ અને ચાર્જ એમ કુલ હિસાબ કરતાં બાકીની લેણી રકમ 44,07,550 ની ઉઘરાણી કરતાં રકમ ચૂકવી ન હતી. અવારનવાર ઉઘરાણી કરી ફરિયાદ કરવાની ચેતવણી આપી હતી. પૂંજાએ વિમલની ઓફિસે આવી હવે પછી રૂૂપિયા બાબતે ફરિયાદ કરશે તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. અંતે વિમલે બે પાડોશી, એક ભરૂૂચનો શખ્સ અને યુકેના શખ્સ વિરૂૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.