પ્રભાસપાટણમાં ગુનો કરી સાત વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો
પ્રભાસ પાટણ પોલીસમાં નોંધાયેલા ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરાર દારૂૂના આરોપી શિવશક્તિ બાર માલિક ને દિવ થી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રભાસ પાટણના પ્રોહિબિશન કેસમાં છેલ્લા સાત વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી પ્રકાશ ચીનાભાઇ ઉર્ફે બાબુભાઇ બામણીયા ઉ.વ.45 ને દિવ થી પકડવામાં આવ્યો છે. જુનાગઢ રેન્જ આઇજીપી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એ.બી. જાડેજા, પીએસઆઇ એ.સી. સિંધવની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. આરોપી વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસમાં 2018 માં પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ), 81, 98(2) અને 99 હેઠળ ગુનો નોંધાયો ત્યારથી તે ફરાર હતો.
પોલીસની ટીમે બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરી આરોપીને દિવથી ઝડપી લીધો. આ સફળ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઇ પીઠીયા, ગોવિંદસિંહ વાળા, રાજુભાઇ ગઢીયા, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહીલ, પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઇ સુભાષભાઇ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ મોરી અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ બારડનો સમાવેશ થાય છે.