For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ

12:42 PM Mar 11, 2025 IST | Bhumika
મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ

મોરબી શહેરમાં રહેતી સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈને એક ઇસમ ઘરમાં ઘુસી આવ્યો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જે બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને કસુરવાન ઠેરવી કોર્ટે આજીવન સખ્ત કેદની સજા અને રૂૂપિયા 35,100 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

Advertisement

આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ તા. 05-11-2022 ના રોજ ભોગ બનનાર સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી નરશી નથુભાઈ સોલંકી રહે શનાળા બાયપાસ રોડ મોરબી વાળાએ સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું જેમાં જણાવ્યું હતું કે સગીરા ઘરે એકલી હતી ત્યારે આરોપી ઘરમાં ઘુસી આવ્યો હતો એકલતાનો લાભ લઇ સગીરાના કપડા ઉતારી પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ નીરજ ડી કારીઆએ કોર્ટમાં ધારદાર દલીલો અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી નરશી નથુભાઈ સોલંકીને કસુરવાન ઠેરવ્યો હતો.

કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 376 (1) મુજબના શિક્ષાપાત્ર ગુનામાં 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ 10,000 દંડ, કલમ 447 મુજબના ગુનામાં ત્રણ માસની સાદી કેદની સજા અને રૂૂ 100 નો દંડ, કલમ 506 (2) મુજબના ગુનામાં 5 વર્ષની સખ્ત કેદની સજા અને 5000 દંડ, તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ 2012 ની કલમ 4 મુજબના ગુનામાં આજીવન એટલે કે બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની સખ્ત કેદની સજા અને રૂૂ 20,000 દંડ ફટકાર્યો છે. તેમજ ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના અન્વયે ભોગ બનનારને રૂૂ 4 લાખ અને દંડની રકમ રૂૂ 35,100 સહીત કુલ રૂૂ 4,35,100 નું વળતર ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement