મહુવામાં યુવતી પર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદ
રાજકોટમાં પોકસોના ગુનામાં 20 વર્ષની સજામાં પણ 20 વર્ષની સજા પડી છે
બે વર્ષ પુર્વે મુળ ભાવનગર જીલ્લાના પાલીતાણા ગામે રહેતા અને હાલમાં મહુવા મજુરી કામ કરતા શખ્સે એક યુવતી ના ઘરમાં પ્રવેશ કરી બળજબરી પુર્વક તેણીના પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજારતા જે તે સમયે મહુવા પોલીસ મથકમાં આરોપી સામે ગુનો નોંધાયો હતો આ અંગેનો કેસ આજરોજ મહુવાની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલની અસરકારક દલીલો આધાર પુરાવા સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપીને જુદી જુદી કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ ભોગબનનાર/ફરીયાદીને વીક્ટીમ કંમ્પસેશન મુજબ રૂૂા. 4 લાખનું વળતર પેટે ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.
આરોપી આ અગાઉ પણ પોકસો હેઠળ 20 વર્ષ કેદની સજા ભોગવી રહયો છે.આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ આ કામના આરોપી નવાબખાન હુસેનભાઈ પઠાણ ઉ.વ.આ.25, રહે. શનિદેવ મંદીર પાસે, મહુવા, મુળ ગામ પાલીતાણા વાળાએ ફરીયાદી /ભોગબનનાર ઉ.વ.18 વર્ષ 2 માસની હોય તેના ઘરે રાત્રીના 11:30 કલાકે જઇ રૂૂમમાં પ્રવેશ કરી ફરીયાદી/ભોગબનનાર ને તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી/ભોગ બનનારનું મોઢુ દબોચીને ભોગ બનનારની સાથે બળાત્કાર ગુજારેલનો ગુન્હો કર્યા હતો.
આ અંગેનો કેસ મહુવાના બીજા એડીશ્નલ ડીસ્ટ્રીક્સ એન્ડ સેસન્સ કોર્ટ ના ન્યાયમૃતિ અતુલકુમાર એસ. પાટીલની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ કમલેશ કેસરીની અસરકારક દલીલો, મૌખીક પુરાવા-16, લેખીત પુરાવા 38 વિગેરે ધ્યાને રાખી આરોપી નવાબખાન હુસેનભાઇ પઠાણને તકસીરવાન ઠેરવી આઈ.પી.સી. કલમ 376(1) તળે આજીવન કેદની સજા તથા રોકડ રૂૂા. 10 હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. આ ઉપરાંત ભોગબનનાર/ફરીયાદીને વીક્ટીમ કંમ્પસેશન સ્કીમ 2019 તળે રૂૂા. 4,00,000/- ચાર લાખ વળતર આપવા અંગેનો હુકમ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આરોપી નવાબખાન હુસેનભાઈ પઠાણ રહે. મહુવા મુળ પાલીતાણા વાળો અગાઉ સ્પે. પોકસો એક્ટના ગુન્હામાં આરોપીએ જામીન અરજી કરીને જામીન મુક્ત થયેલ ત્યારબાદ જામીન ઉપર હોય તે દરમ્યાન તેણે ઉપરોક્ત ભોગબનનાર સાથે બળાત્કાર ગુજારતા અને ઉપરોક્ત આરોપી સામે ગુનો નોંધાતા પોલીસે તેને આ ગુનામાં પણ ઝડપી લીધો હતો ત્યારબાદ તેને જામીન મળેલ ન હતા અને હાલનો ગુનો આચરેલ જેથી પોક્સો એક્ટના ગુનામાં આરોપી નવાબખાન પઠાણે મહુવા એડીશ્નલ ડીસ્ટ્રીક્ટ કોર્ટે વર્ષ 2024 માં 20 વર્ષ ની સખ્ત કેદની સજા ફટકરાયેલ હોય તે તળે જીલ્લા જેલ રાજકોટમાં સજા ભોગવી રહેલ છે અને અન્ય બીજા બળાત્કારના ગુનામાં પણ આરોપીને મહુવા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. અત્રે તે પણ ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત આરોપી સામે જુદા જુદા બે ગુના નોંધાયેલા આ બંન્ને ગુનાના કેસમાં સરકારપક્ષે સરકારી વકિલ કમલેશ કેસરી એ જ અસરકાર દલીલો કરી હતી જે બંન્ને કેસમાં અદાલતે ગ્રાહય રાખી આરોપીને સજાઓ ફટકારી હતી.
