ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માળિયા મિયાણામાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સખ્ત સજા

12:40 PM Jun 12, 2025 IST | Bhumika
Advertisement

મોરબીનાં વિશેષ ન્યાયધીશ (પોકસો કેસ) અધિક સેશન્સ જજની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટનો હુકમ

Advertisement

માળીયા મીયાણા તાલુકાના ફરિયાદી દ્વારા ગત જૂન 2023 માં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કે તેની સગીરવયની દીકરી સાથે આરોપીએ શરીર સબંધ બાંધી પાંચથી છ માસનો ગર્ભ રાખી દીધો હતો. જે કેસમાં મોરબીના વિશેષ ન્યાયાધીશ (પોકસો કેસ) અને અધિક સેશન્સ જજની ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટે આરોપીને વીસ વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂા. 10,000/-નો દંડ ફટકાર્યો છે.

મોરબી જિલ્લાના માળીયા મીયાણાના ફરિયાદી દ્વારા જૂન 2023 માં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે તેની સગીરવયની દીકરીને આરોપી જસમત ગોવિંદભાઈ સિતાપરાએ 15/06/2022 થી 18/06/2023 સુધીમાં અવાર નવાર ગામની પ્રાથમિક શાળાના પાછળના ભાગે આવેલ સરકારી ખરાબાની જગ્યામાં શરીર સંબંધ બાંધી પાંચ છ માસનો ગર્ભ રાખી દીધો હતો.તેથી દીકરી સગીરવયની હોવાથી આરોપી વિરૂૂદ્ધ ગુન્હો દાખલ કરાયો હતો.

જે કેસ મોરબીના વિશેષ ન્યાયાધીશ (પોકસો કેસ) અને અધિક સેશન્સ જજ સાહેબની કાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટ મોરબી સમક્ષ ચાલી જતાં ફરિયાદી તરફથી સરકારી વકીલ એસ.સી.દવે અને એન. ડી. કારીયા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી આ કેસમાં ફરિયાદ પક્ષ તરફથી મૌખિક 11 અને લેખીત 26 પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.જે બંને પક્ષની દલીલો સાંભળી અને પુરાવાને ધ્યાને લઈ આરોપી જસમતભાઈ ગોવિંદભાઈ સીતાપરાને ભારતીય દંડ સંહિતાની કલમ-376 (2)(જે) (એન) ની સાથે જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ,2012ની કલમ-5(એલ), 6 મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂા. 10,000/-નો દંડ, અને આરોપી જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ-427 અન્વયે આરોપીને કરવામાં આવેલ સજા એક સાથે ભોગવવાનો હુકમ કરાયો છે. વધુમાં ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના મુજબ અપીલ પીરીયડ બાદ ભોગબનનારને રૂૂા. 4,00,000/- આરોપી જે દંડની રકમ રૂૂા. 10,000/- ભરે તે મળી કુલ રૂૂા. 4,10,000/- વળતર પેટે (આરોપી દંડની રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય તો રૂૂમ. 4,00,000/-વળતર પેટે મેળવવા હકકદાર ગણાશે.) જે ચુકવી આપવા હુકમ કરવામાં આવે છે. જે વળતરની રકમ ચુકવવા જિલ્લા કાનુની સેવા સતા મંડળ, જિલ્લા ન્યાયાલય, મોરબીને હુકમ કરવામાં આવ્યો છે. ગુજરાતની ભોગબનનારને વળતર માટેની યોજના, 2019 ના નિયમોના નિયમ-11(3) અનુસાર, ભોગબનનારને ઉપરોકત ચુકવવાપાત્ર વળતરની રકમ ભોગ બનનારના નામે એકાઉન્ટ પેઈ ચેકથી નિયમોનુસાર ચુકવી આપવા કોર્ટે હુકમ કર્યો છે.

Tags :
gujaratgujarat newsMaliya Miyanamorbimorbi newsraped case
Advertisement
Next Article
Advertisement