બાળકી સાથે અડપલા કરનાર શખ્સ જેલ હવાલે
01:40 PM Dec 09, 2025 IST | Bhumika
જામનગરમાં નવાગામ ઘેડ નજીક મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતી 12 વર્ષની એક બાળકી કે જેની એકલતાનો લાભ લઈને તેના નજીકમાં રહેતો ધર્મેશ પ્રકાશભાઈ સોલંકી નજીક આવ્યો હતો, અને બાળકીના શરીર સાથે અડપલાં કર્યા હતા.
Advertisement
જે દરમિયાન બાળકી એ બુમાબુમ કરી દેતાં છેડતી કરનાર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ બનાવને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બાળકીના પિતા દ્વારા ધર્મેશ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને સીટી બી. ડિવિઝન ના મહિલા પી.એસ.આઇ. એમ.એચ. સાકરીયાએ આરોપી ધર્મેશ પ્રકાશભાઈ સોલંકીની ધરપકડ કરી લીધી છે, અને તેને અદાલત સમક્ષ રજૂ કરતાં આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.
Advertisement
Advertisement