રાજુલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરનાર 24મા દિવસે ઝડપાયો
અમરેલીના રાજુલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરી લાશને 34 કિ.મી દુર ફેંકનાર આરોપીને 24મા દિવસે ઝડપીને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનામનું રિક્ધસ્ટ્રક્શન કરીને પંચનામુ કર્યુ છે. મહિલા પોલીસે આરોપીને દોરડાથી બાંધીને રાજુલાની બજારમાં ફેરવ્યો હતો અને નીચે બેસાડીને માફી મંગાવી હતી. આરોપીને દોરડાથી બાંધીને બજારમાં ફેરવ્યો રાજુલા પોલીસ સ્ટેશન પી.આઈ. એ.ડી.ચાવડાની ટીમે આરોપી રાજદીપ રાઠોડને સાથે રાખીને જે રસ્તા પરથી બાઇક પર લાશને બાંધીને લઇ ગયો હતો, એ રસ્તા પર દોરડાથી બાંધીને ફેરવ્યો હતો અને માફી મંગાવી હતી.
આ દરમિયાન આરોપીને લંગડાતા પગે ચાલતો જોઇ અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. ગત 2 નવેમ્બરના રોજ, એટલે કે ઘટનાના 24 દિવસ બાદ ગુમ થયેલા સુરેશભાઇનો મોબાઇલ અચાનક ચાલુ થયો, જે મોબાઇલનું લોકેશન મેળવીને પોલીસ સ્થળ પર પહોંચી તો આ મોબાઇલ રાજદીપ રાઠોડ નામના યુવક પાસે હતો, જેથી પોલીસની ટીમ રાજદીપને ઉઠાવીને પોલીસ મથકે લઇ આવી. એ બાદ પોલીસે રાજદીપની પૂછપરછ કરી, પરંતુ રાજદીપ કંઇ સરખો જવાબ આપતો નહોતો, જેથી પોલીસે લાલ આંખ કરીને કડકાઇથી પૂછતાં રાજદીપ પોપટની જેમ બોલવા લાગ્યો અને તેની વાત સાંભળીને હાજર સૌકોઈ પોલીસકર્મીઓની આંખો પહોંળી થઇ ગઇ ત્યારે આ આરોપી ને આજે રાજુલા પોલીસે રીક્ધટ્રક્શન કરાવ્યું હતું અને તેની સંપૂર્ણ માહિતી રાજુલા પોલીસે મેળવી હતી.
