For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થોરાળામાં પીઆઇ પર હુમલો કરનાર શખ્સ પાસામાં ધકેલાયો

03:42 PM Jun 06, 2025 IST | Bhumika
થોરાળામાં પીઆઇ પર હુમલો કરનાર શખ્સ પાસામાં ધકેલાયો

શહેરમાં વધતી ગુનાખોરી પર અંકુશ લગાવવા પોલીસના અભિયાન દરમિયાન થોરાળા વિસ્તારમાં અગાઉ પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ પર હુમલો કરવાના બનાવમાં સામેલ શખ્સ સામે પાસાનું વોરંટ ઇસ્યૂ થતાં થોરાળા પોલીસે તેની અટકાયત કરી વિશેષ કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવા થોરાળા મેઇન રોડ પર ગુરુ બાલક સાહેબની જગ્યા પાસે રહેતો અને અગાઉ પીઆઈ પર હુમલો સહિત 10 ગુનામાં સામેલ કૈવલ કિશોરભાઈ સોંદરવા સામે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પાસાનું વોરંટ ઈસ્યૂ કરતાં થોરાળા પોલીસ મથકના પીઆઈ વાઘેલા સહિતે કેવલની અટકાયત કરી તેને સુરત જેલહવાલે કર્યો હતો.
આ કામગીરી પીઆઇ એન.જી. વાઘેલા, પીએસઆઇ એમ.એસ. મહેશ્વરી, એચટી. જીજાળા, ભરતસિંહ પરમાર,ભરતભાઇ ડાભી, દિવ્યરાજસિંહ જાડેજા અને પી.સી.બી શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.હુણ, પો.પીએસઆઈ પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ રાજુભાઇ દહેકવાલ અને ઇન્દ્રજીતસિંહ સીસોદીયાએ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement