ભાવનગરમાં બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને 10 વર્ષની સજા
આઠ વર્ષ પુર્વે ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા આધેડે 11 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂૂધ્ધનું કૃત્ય કરતા આ અંગેનો કેસ ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ અને સ્પે. પોકસો જજ એમ.બી.રાઠોડ ની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને ગુનેગાર સાબીત માની, તકસીરવાન ઠરાવી 10 વર્ષની કેદની સજા ફટકારી છે.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ આ કામના આરોપી બકુલભાઈ ખોડીદાસ અંધારીયા (જે તે સમયે ઉ.વ.પર રહે. શાસ્ત્રીનગર, એલ.આઈ.જી. 179, ભાવનગર) નામના શખ્સે પોતાના ઘરે કોઈ હાજર ન હોય જેથી ફરીયાદી પુત્ર ઉ.વ.11 વર્ષ ના બાળકને આરોપીએ પોતાના ઘરે અવાર નવાર કામકાજ ના બહાને તેમજ ચોકલેટ અને ભાગ આપવાની લાલચ આપી ઘરે બોલાવતા ફરીયાદીના પત્નિને શંકા જતા તેણીએ આરોપીના ઘરે બાળકને લેવા જતા મકાનના ઉપરના માળે રૂૂમ માં બાળક સાથે ઉપરોક્ત આરોપીએ સૃષ્ટિ વિરૂૂધ્ધ નું કૃત્ય કરતો હોવાનું માલુમ પડેલ ત્યારબાદ બાળકની પુછપરછ કરતા આરોપી અવાર નવાર તેની સાથે આવુ સૃષ્ટિ વિરૂૂધ્ધનું કૃત્ય કરતો હોવાનું માલુમ પડેલ. બનાવની તા. 17/5/2016 થી છેલ્લા એકાદ માસમાં આરોપીએ બાળક સાથે ત્રણેક વાર સૃષ્ટિવિરૂૂદ્ધનું કૃત્ય કરેલ હોવાનું પણ જાણવા મળ્યુ હતુ.
આ બનાવની બાળકના પિતાએ જે તે સમયે નિલમબાગ પો.સ્ટે. માં આરોપી બકુલભાઈ ખોડીદાસ અંધારીયા સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ઇ.પી.કો. કલમ 377 તથા પોક્સો એક્ટ કલમ 4 તથા 6 મુજબનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ અને સ્પે. પોકસો જજ એમ.બી.રાઠોડ ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકાર પક્ષે મદદનીશ વકીલ ગીતાબા પી. જાડેજા ની અસરકારક 12 મૌખીક પુરાવાઓ, 70 દસ્તાવેજી પુરાવાઓ, વિગેરે ધ્યાને રાખી આરોપી બકુલભાઈ અંધારીયા સામે ગુનો સાબીત માની આરોપીને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખ્ત કેદની સજા અદાલતે ફટકારી હતી.