છ વર્ષની બાળા પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યા બાદ ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દીધો
બાળા લોહીલુહાણ હાલતમાં અવાવરૂ સ્થળેથી મળી આવતા ઝનાના હોસ્પિટલે ખસેડાઇ
પીશાચી કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સની શોધખોળ, પોલીસ માટે પડકારજનક ઘટના
જસદણ પંથકનાં આટકોટ પાસે નિર્ભયા કાંડ જેવી ચકચારી ઘટના સામે આવી છે. સીમમા મજુરી કરતા પરીવારની છ વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ ગુર્જાયા બાદ સળીયા જેવુ હથીયાર ગુપ્તાંગમા ઘુસાડી જઇ લોહી લુહાણ હાલતમા મુકી ફરાર થઇ ગયો હતો . આ ઘટના બાદ શ્રમીક પરીવાર જયારે બાળકીને શોધતો હતો ત્યારે બાળકી લોહી લુહાણ હાલતમા કણસતી મળી આવી હતી. બાળકીને જોઇ તેમનો પરીવાર પણ આઘાતમા સરી પડયો હતો અને બાદમા બાળકીને તુરંત રાજકોટની ઝનાના હોસ્પીટલમા સારવાર માટે લઇ જવામા આવી હતી. આ ઘટના બાદ આટકોટ પોલીસે છ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનામ નરાધમ શખ્સની શોધખોળ શરુ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર આટકોટ પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા એક ગામમા એક વાડીમાં દાહોદ પંથકનો શ્રમિક પરિવાર ખેતર ભાગીયે રાખી ખેત મજૂરી કરે છે. ગત તા.04 ના રોજ શ્રમિક પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો. ત્યારે પરિવારની છ વર્ષ આઠ માસની બાળકી વાડીમાં જ રમી રહી હતી. આ દરમિયાન અજાણ્યો શખ્સ ત્યા ધસી આવ્યો હતો અને નરાધમે છ વર્ષની કુમળી બાળકીને ઉઠાવી સાઈડમાં લઇ જઈ અત્યંતક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો. બાળકીનું મોઢું દબાવી હેવાને બાળકી પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને આ નરાધમે આટલેથી નહી અટકી બાળકીનાં ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાવી દેતા બાળકી લોહીલુહાણ થઇ ગઈ હતી. બાદમાં નરાધમ બાળકીને ત્યાં જ મૂકી નાસી ગયો હતો.
દરમિયાન પરિવારે બાળકીની શોધખોળ શરૂૂ કરતા તેણી ત્યાં નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ફૂલ જેવી બાળાની આ સ્થિતિ જોઈ પરિવાર પર દુ:ખનો પહાડ તુટી પડયો હતો. બાદ શ્રમિક પરિવાર બાળકીને સારવાર અર્થે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જયા હાલ બાળકીની સારવાર ચાલુમાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. બનાવને પગલે સમગ્ર આટકોટ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બીજી બાજુ આટકોટ પોલીસે સમગ્ર ચકચારી બનાવમાં બાળકીના પિતાની ફરિયાદ પરથી પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી હેવાનિયતની હદ વટાવનાર નરાધમની શોધખોળ શરુ કરી છે.