ત્રિકોણબાગ પાસે ઓફિસમાં ત્યકતાને ઘેનની દવા પીવડાવી શખ્સનું દુષ્કર્મ
રાજકોટની એક વિસ્તારમાં રહેતી ત્યકતાએ એ ડિવીઝન પોલીસમાં જામનગર રોડ પર રહેતા ઉર્મીશ થાનકીનું નામ આપી જણાવ્યું હતું કે વર્ષ 2010માં તેણીના રાજેશ લક્ષ્મણ ચાંદેગરા સાથે લગ્ન થયા હતા પરંતુ બન્ને વચ્ચે મનમેળ ન થતા વર્ષ 2024ના જુલાઈ માસમાં છુટાછેડા લઈ લીધા હતા બાદમાં તેણીની મુલાકાત ઉમીશ થાનકી સાથે થઈ હતી તે લગ્ન કરશે તેમ વાયદાઓ કરી ત્રિકોણબાગ ચોકમાં આવેલ તેની ઓફિસે લઈ જઈ શખસે ઘેનની દવા પીવડાવી દુષ્કર્મ આચર્યુ હતું બાદમાં શખસે તેણીને કહ્યું કે જો આપણા લગ્નની પપ્પા ના પાડશે તો પણ હું લગ્ન તારી સાથે જ કરીશ તેવા વાયદો કર્યો હતો.
બાદમાં ફરી તેની ઓફિસે લઈ જઈ કહ્યું કે તું મને પસંદ છે મારે તારી સાથે લગ્ન કરવા છે કહી શખસે મેરેજ માટે પ્રપોઝ કરી રીંગ પહેરાવી હતી બાદમાં બન્ને સાથે નાસ્તો કરવા ગયા હતા અને ત્યાંથી પરત ઓફિસે ગયા ત્યારે શખસે કહ્યું કે તારા પગ દુખે છે તો મારી પાસે એક દવા છે તુ ખાઈ લે તને સારૂૂ થઈ જશે કહી શીરપ આપ્યું હતું જે પીતા જ હું થોડીવારમાં બેભાન થઈ ગઈ હતી બાદમાં જાગીને જોતા મારા કપડા અસ્તવ્યસ્ત હતા.
જેથી શખસને પુછયું કે તે મારા કપડા શું કામ કાઢેલ હતા મે તને ના પાડી હતી ને કે લગ્ન પહેલા આપણે શરીર સંબંધ નથી રાખવો જેથી શખસે કહ્યું કે હવે તો આપણે એક બીજાના પતિ પત્નિ બની ગયા છીએ.તેમ વાત કરી હતી આમ અવાર નવાર લગ્ન કરવાના વાયદાઓ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસના પીઆઇ આર.જી.બારોટની રાહબરીમાં ડિસ્ટાફે આરોપીને પકડી લીધો હતો.