For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોબાઇલ સતત વ્યસ્ત આવતા પત્નીને મોતને ઘાટ ઉતારી

11:25 AM Jun 06, 2025 IST | Bhumika
મોબાઇલ સતત વ્યસ્ત આવતા પત્નીને મોતને ઘાટ ઉતારી

પાલીતાણાનો ચોંકાવનારો બનાવ, ચારિત્ર્ય પર શંકા રાખી ખેલ્યો ખૂની ખેલ

Advertisement

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પતિએ પત્નીને હત્યા કર્યાનો બનાવ બનવા પામ્યો છે. પતિ નો ફોન વ્યસ્ત રહેતા પતિએ શંકા કરી પત્ની સાથે ઝઘડો કર્યો હતો.

ખૂન ના આ બનાવ ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં શક્તિ નગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા સાગરભાઇ છનાભાઇ સરવૈયા છેલ્લા બે દિવસથી તેના પત્ની દિશાબેન ઉ . વ.27 ને મોબાઈલ ફોન કરતા હતા ત્યારે પત્ની નો ફોન સતત વ્યસ્ત આવતો હોય ચારિત્ર અંગે શંકા રાખી પત્ની સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. નાવ અંગેની પ્રાથમિક વિગતો એવી છે કે પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં આજે બપોરના 12.30થી 1 કલાકના સમયગાળા દરમિયાન દિશાબેન સાગરભાઈ સરવૈયા (ઉ.વ.27)ની તેમના પતિ સાગર ચનાભાઈ સરવૈયાએ પોતાના જ ઘરમાં છરીના 14 ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. પોલીસે મૃતકના પતિ સાગર ચનાભાઈ સરવૈયાની પોલીસે અટક કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે વિશેષ વિગત આપતાં ભાવનગર જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, વર્ષ-2019માં બન્નેએ પ્રેમ લગ્ન કર્યા હતા.

Advertisement

પત્નીના લગ્નેત્તર સંબંધની શંકા રાખી પતિ પત્ની સાથે ઝઘડો કરતો હતો જેના કારણે બન્ને વચ્ચે છેલ્લા થોડા સમયથી ઘરેલું ઝઘડા વધ્યા હતા. દરમિયાનમાં આજે બપોરે પતિ સાગરે તેની પત્ની દિશાબેનના પેટ તથા શરીરના અન્ય ભાગોમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી પતિ ઘરે જ મળી આવ્યો હતો. જેની પોલીસે અટક કરી હોવાનું તોેમણે વિગતો આપતાં .છેલ્લા 9 દિવસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં હત્યાનો આ ચોથો બનાવ છે. ગત સપ્તાહે બુધવારના રોજ યુવક અને શુક્રવારના રોજ સિહોરના કનિવાવ નજીક વાડીમાં દંપતિની હત્યાના બનાવ બાદ આજે પાલિતાણામાં હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે .

Advertisement
Tags :
Advertisement
Advertisement