ચીલઝડપ સહિત પાંચ ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલ્યો
ગુનાખોરી અટકાવવાના અભિયાન દરમિયાન ચીલઝડપ સહિતના પાંચ ગુનામાં સામેલ અને લોહાનગરમાં રહેતા શખ્સને પાસામાં અટકાયત કરી તેને સુરત જેલહવાલે કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લોહાનગરમાં રહેતો અને અગાઉ ચીલઝડપ સહિતના પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો સુનિલ ઉર્ફે આર્યન ભાવેશભાઈ શિયાળ સામે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પાસાનું વોરંટ ઇસ્યૂ કરતાં ક્રાઈમ બ્રાંચના પીઆઇ ડામોર સહિતે તેની અટકાયત કરી તેને સુરત જેલહવાલે કરવાની કાર્યવાહી કરી છે.
આ કામગીરી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ. આર. ગોંડલીયા,એમ.એલ.ડામોર, સી. એચ.જાદવ,પીએસઆઇ વી.ડી. ડોડીયાની ટીમના એ.એસ.આઇ ભરતભાઇ વનાણી, ચેતનસિંહ ગોહીલ, પો.હેડ.કોન્સ, કનકસિંહ સોલંકી, ઉમેશભાઇ ચાવડા, અરવિંદ ભાઇ ફતેપરા, દીપકભાઇ ડાંગર, દીલીપભાઇ આયદાન ભાઇ, વિશાલભાઇ પરેશભાઇ, પ્રદીપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા અને પી.સી.બી.શાખાના એ. એસ.આઇ રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા તેમજ રાહુલગીરી દ્રારા કરવામા આવેલ છે.