For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ રોડ ઓવરબ્રિજ નીચેથી 16 હજારના દારૂ સાથે શખ્સ પકડાયો

04:09 PM Oct 27, 2025 IST | admin
ગોંડલ રોડ ઓવરબ્રિજ નીચેથી 16 હજારના દારૂ સાથે શખ્સ પકડાયો

શહેરના ગોંડલ રોડ ઓવરબ્રિજ નીચેથી પોલીસે બાતીમના આધારે 16 હજારના દારૂ સાથે આંબેડકરનગરના શખ્સને ઝડપી લઇ 96 બોટલ અને એકટીવા મળી કુલ રૂા.66320નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ એ.બી.વીકમા, કોન્સ્ટેબલ અમરદીપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ગોંડલ રોડ પર આવેલા સ્વામીવિવેકાનંદ બ્રિજની નીચે એક શખ્સ દારૂ સાથે ઉભો હોવાની બાતમી મળતા પોલીસે દોડી જઇ દરોડો પાડી ભરત ધનજી મકવાણા રહે આંબેડકરનગર શેરી નં.10ને ઝડપી લઇ એકટીવા આગળ રહેલા બાચકાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના ચપલા નંગ 96 કિ.રૂા.16320 મળી આવતા પોલીસે દારૂ અને એકટીવા મળી કુલ રૂા.66320નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી દારૂ કોની પાસેથી લાવ્યો તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement