અઢી લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
જામનગર શહેરના છેવાડે ઠેબા ચોકડી નજીક થી એલસીબી પોલીસે દારૂૂ ભરેલી મોટરકાર ને ઝડપી પાડી હતી, અને તેમાંથી 120 નંગ ઈંગ્લીશ દારૂૂ ની બોટલ તથા 650 લીટર દેશી દારૂૂ સાથે મોટર કબજે કરી હતી.અને એક આરોપી ને ઝડપી લીધો હતો. જ્યારે દારૂૂ મંગાવનાર અને સપ્લાયર સહિત અન્ય ત્રણ આરોપી ની પોલીસે શોધખોળ હાથ ધરી છે.જામનગર પોલીસ ની એલ.સી.બી.શાખા પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ. પી.એન.મોરી તથા પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ ને મળેલ ખાનગી હકિકતના આધારે જામનગર શહેરમાં ઠેબા ચોકડી પાસે વોચ ગોઠવી હતી.
જયાંથી ક્રેટા મોટર મા પસાર થતા રાજુ કરશનભાઈ કોડીયાતર (ઉ.વ.19 , રહે. ધીંગેશ્વર મહાદેવ ના મંદિર પાસે રાણપર ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્રવારકા) ની જી.જે.18 બી.એફ.0451 ને આંતરી ને તેની તલાશી લેતાં તેમાં થી ઇંગ્લીશ દારૂૂની રૂૂ.85,800 ની કિંમત ની 120 નંગ અંગ્રેજી દારૂૂ ની બોટલ તથા રૂૂ.1,30 000 ની કિંમત નો 650 લીટર દેશી દારૂૂ નો જથ્થો મળી આવતાં પોલીસે દારૂૂ સાથે રાજૂ કોડિયાતર ને ઝડપી લીધો હતો. ઉપરાંત પોલીસે એક મોબાઇલ ફોન , રૂૂ 8 લાખ ની કિંમત ની કાર દારૂૂ વગેરે મળી કુલ રૂૂ.10,20,800 નો મુદામાલ કબ્જે લીધો હતો.
ઇંગ્લિશ દારૂૂ નો જથ્થો કાનાભાઈ જશાભાઈ કોડીયાતર. ( રહે.ધરામણી નેશ રાણપર ગામથી પાંચ કી.મી. આગળ તા.ભાણવાડ જી.દેવભુમી દ્રવારકા) એ સપ્લાય કર્યો હતો. તથા સુદાભાઈ બાઘાભાઈ કોડીયાતર (રહે. વીજરાણી નેશ રાણપર ગામથી 3 કિ.મી. આગળ તા.ભાણવાડ જી.દેવભુમી દ્રવારકા ( દેશી દારૂૂ મોકલનાર) અને સુરેશભાઇ ઉર્ફ સુરીયો વિજયભાઈ કોળી (દારૂૂ મંગાવના ,રહે. સુભાષપાર્ક શેરી નં-3 જામનગર વાળા) ને ફરારી જાહેર કરાયા છે, જેને પોલીસ શોધી રહી છે.