પુનિતનગર હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં દારૂનો જથ્થો લાવી વેંચતો શખ્સ પકડાયો
પુનિતનગર હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નં.332 પાણીના ટાંકા પાસે રહેતો શખ્સ વિદેશી દારૂૂ પોતાના રહેણાક મકાનમાં રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા જ તાલુકા પોલીસે દરોડો પાડી દારૂૂની 120 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
વધુ વિગતો મુજબ,તાલુકા પોલીસના પીએસઆઇ બી.આર.ભરવાડના માણસો વિસ્તારમાં દારૂૂ જુગારની બદી દુર કરવા પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઇ હરપાલસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર અને બળભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે પુનિતનગર હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નં.332 પાણીના ટાંકા પાસે 150 ફુટ રીંગ રોડ ખાતે રહેતા ગીરીરાજસિંહ પ્રતાપસિંહ વાળાના મકાનમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની કુલ 120 દારૂૂની બોટલ સાથે 1.60 લાખના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.
આરોપી ગિરિરાજસિંહ દારૂૂનો જથ્થો ક્યાંથી લાવ્યો?એ અંગે પણ તપાસ શરૂૂ કરાઇ છે.આ કામગીરી તાલુકા પોલીસના પીઆઇ ડી.એમ.હરિપરાના રાહબરીમાં પીએસઆઇ બી.આર.ભરવાડ, એ.એસ.આઇ. હરપાલસિંહ જાડેજા, કૌશેન્દ્રસિંહ ઝાલા, અજયભાઇ ભુંડીયા, અક્ષયભાઇ નાથાણી, ભીખુભાઇ મૈયડ, મયુરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહિલ, ઉગાભાઇ બાળા, બલભદ્રસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયા, કુલદિપસિંહ જાડેજા અને મુકેશભાઇ ડાંગરે કરી હતી.