મહિલા વર્લ્ડકપની ફાઇનલ મેચમાં આઇડી ઉપર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
ઇન્ડિયા સાઉથ આફ્રિકા વચ્ચે ગઇકાલે મહિલા ક્રિકેટ વર્લ્ડકપ રમાયો હતો. શહેરના બસ સ્ટેશન પાછળથી એલસીબી ઝોન-2ની ટીમે આ મેચ ઉપર આઇડીનો ક્રિકેટ સટ્ટો રમતા શખ્સને ઝડપી લઇ રૂા.50,000નો મુદ્દમાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-2ના હેડ કોન્સ્ટેબલ આર.વી.ગોહેલ, અંકતિ નિમાવત, પ્રશાંત ગજેરા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બસ સ્ટેશન પાછળ આવેલી હોટલે એક શખ્સ પોતાના મોબાઇલમાં આઇડી મારફત ક્રિકેટ સટ્ટો રમતો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે દોડી જઇ તે શખ્સને ઝડપી લઇ તેનુ નામ પૂછતા રાજદિપસિંહ અશોકસિંહ જાડેજા રહે.સ્વામીનારાયણ ચોક નજીક ટપુભવાન શેરી નં.1 હોવાનુ જણાવ્યુ હતું. પોલીસે તેના હાથ રહેલો મોબાઇલ તપાસતા તેમાં ડીએનએચ 247 નામની આઇડી ખુલ્લી હોય અને ભારત સાઉથ આફ્રિકા વચ્ચે ચાલતી મહિલા ક્રિકેટ વર્લ્ડકપની મેચ ઉ5ર સટ્ટો રમતો હોવાનું જણાય આવ્યુ હતું. જેથી પોલીસે આરોપી રાજિેદયસિંહ જાડેજાની ધરપકડ કરી તેની પાસે રહેલા રૂા.50,000 હજારનો મોબાઇલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
