ઉપલેટામાં ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, ત્રણ ફરાર
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ કે.એમ.ચાવડા તથા પો.સબ.ઇન્સ પી.એન.ટોટા અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા એ દરમ્યાન પો.હેડકોન્સ શક્તિસિંહ જાડેજા, તથા અરવિંદસિંહ જાડેજા તથા કૌશીકભાઇ જોષી ને મળેલ સંયુક્ત હકીકત આધારે ઉપલેટા સ્વામીનારાયણ મંદીરની બાજુમા આવેલ રિધ્ધિ-સિધ્ધિ એપાર્ટમેન્ટ મા બ્લોક નંબર 403 મા રેઇડ કરી હાલ મા ચાલી રહેલ બીગ-બેસ 20-20 સીરીઝ મા ઇંઇઇં તથા જઢજ ટીમો વચ્ચે આજરોજ ચાલી રહેલ ક્રિકેટ મેચ મા અલગ અલગ ગ્રાહકો સાથે રનફેરનો જુગાર (સટ્ટો) રમતા ઇસમને કુલ રૂૂ. 72,970/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
પોલીસે કીશોરભાઇ ઉર્ફે સેટી લલીતભાઇ ડેડકીયા રહે. ઉપલેટા સ્વામીનારાયણ મંદીર ની બાજુમાં રીધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટ બ્લોક નં.403 મુળ રહે. કોલકી, તા.ઉપલેટાની ધરપકડ કરી (1) જલારામ નામનો માણસ રહે. સુરત જેના મો.નં. 7208238346, 7718947279, 8097058285 તથા 9867052097, (2) દિવ્યેશભાઇ રહે. રાજકોટ મો.નં. 7990263450, (3) કાનાભાઇ સોની રહે.ઉપલેટા મો.નં. 9773108606 તથા તપાસ મા ખુલે તે તમામની શોધખોળ હાથ ધરી છે.