For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણના ગોડલાધારમાં હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર ધારિયા વડે હુમલો

05:00 PM Sep 19, 2025 IST | Bhumika
જસદણના ગોડલાધારમાં હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર ધારિયા વડે હુમલો

જસદણનાં ગોડલાધાર ગામે હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર એક શખ્સે ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ, જસદણનાં ગોડલાધાર ગામે રહેતા કાળુભાઈ વશરામભાઈ પરમાર (ઉ.45)એ પોતાના માર્ગમાંથી પસાર થઈ રહેલા દેદુરભાઈની ચાલવાની ના પાડતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં દેદુરભાઈએ કાળુભાઈ પરમાર ઉપર ધાર્યા વડે હુમલો કર્યો હતો. પ્રૌઢને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

બીજા બનાવમાં ધ્રોલના સુમરા ગામે રહેતાં નિલેશ કમલેશભાઈ જાદવ (ઉ.32) સાથે વિરા છગન, બાબુ છગન, સંજય છગન અને સુરજ છગન સહિતના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement