For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો: ત્રણ દિવસના રિમાન્ડ પર

12:36 PM Nov 29, 2025 IST | Bhumika
ખંભાળિયામાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો  ત્રણ દિવસના રિમાન્ડ પર

ખંભાળિયા વિસ્તારમાં સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં મધ્યપ્રદેશ રાજ્યના એક શખ્સ દ્વારા અહીંના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા ગાંજાના વાવેતર સબબ રૂૂપિયા 2.27 લાખની કિંમતના આશરે સાડા ચાર કિલોગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે પોલીસે તેની અટકાયત કરી, રિમાન્ડ પર લીધો છે.

Advertisement

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ગઈકાલે શુક્રવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જમોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામની સીમમાં આવેલા સરકારી ખરાબામાં બનાવવામાં આવેલા રહેણાંક મકાનની પાછળના ભાગે માદક પદાર્થ ગાંજાનું વાવેતર ધ્યાને આવતા આ અંગે કરવામાં આવેલી કાર્યવાહીમાં મધ્ય પ્રદેશ રાજ્યના ખરગોન જિલ્લાના કસરાવળ તાલુકાના મૂળ રહીશ અને હાલ કંચનપુર ગામની સીમમાં એક મંદિરની પાછળ રહેતા ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર નામના 47 વર્ષના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.આ સ્થળેથી પોલીસે ગાંજાના ચાર છોડ કબજે કર્યા હતા. જેમાં રૂૂ. 2,27,000 ની કિંમતનો 4.540 કિલોગ્રામ ગાંજો કબજે કરવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં ઉપરોક્ત શખ્સની એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ અટકાયત કરી, અહીંની કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીના સોમવાર સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

Advertisement

આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. બી.જે. સરવૈયા, એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા, દિપકભાઈ રાવલિયા, દિનેશભાઈ માડમ, ભરતભાઈ જમોડ, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા અને અરજણભાઈ આંબલીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement