મોરબીમાં મકાનમાંથી વિદેશી દારૂની 72 બોટલ સાથે શખ્સ ઝડપાયો
મોરબી લીલાપર કેનાલ રોડ બોરીયાપાટી ભાંડીયાની વાડીમાં રહેતા આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂૂની બોટલ નંગ 72 કિં રૂૂ.48,456 ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને સંયુક્તમા બાતમી મળેલ કે મુકેશભાઇ લખમણભાઈ નકુમ રહે.મોરબી લીલાપર કેનાલ રોડ બોરીયાપાટી ભાંડીયાની વાડી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં ઈગ્લીસ દારૂૂની બોટલો રાખી વેચાણ કરે છે.જે બાતમીના આધારે રેઈડ કરતા રહેણાંક મકાનમાં આરોપી મુકેશભાઇ લખમણભાઈ નકુમ હાજર મળી આવતા તેમજ મકાનમાંથી ઇંગ્લીશ દારૂૂ ની કુલ બોટલ નંગ-72 કિ.રૂૂ. 48,456/-ના મુદામાલ મળી આવતા તેમજ સ મુદામાલ આપનાર ઇસમ ઈશ્વરભાઈ ઉર્ફે બાલો કરશનભાઈ કણઝારીયા રહે. મોરબી વાવડી રોડ હદાણીની વાડી વાળો નહી મળી આવતા બંને ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.