For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એટીએમમાં છેતરપિંડીથી 40 હજાર ઉપાડનાર શખ્સ ઝડપાયો

12:11 PM Apr 14, 2025 IST | Bhumika
એટીએમમાં છેતરપિંડીથી 40 હજાર ઉપાડનાર શખ્સ ઝડપાયો

Advertisement

જામનગર શહેર માં છેતરપીંડી કરી એટીએમ કાર્ડ મારફત રૂૂ. 40 હજાર ઉપાડી લેનાર આરોપીને પોલીસે એસ ટી ડેપો મેદાનમાંથી ઝડપી લીધો છે. અને રૂૂ.40 હજારની રોકડ કબજે મેળવી છે.

ગઇ તા.20/03/2025 ના રોજ દીપકભાઇ તુલસીભાઇ સોનગરા (રહે. બેડ ગામ તા.જી. જામનગર) તેમની માતા ની દવા લેવા માટે જામનગર ઓશવાળ હોસ્પીટલ માં આવ્યા હતા. ત્યારે પૈસા ની જરૂૂરત પડતા ઓશવાળ હોસ્પીટલની બાજુમાં આવેલ એસ.બી.આઇ. બેન્ક ના એ.ટી.એમ. માં ગયા હતા. ત્યારે એક અજાણ્યો આરોપી એ.ટી.એમ. ની બહાર બેઠો હતો તેની પાસે દીપકભાઈ એ રૂૂપીયા ઉપાડવા માટે મદદ માંગતા ત્યારે આરોપીએ ફરી. નુંબેન્કનું એ.ટી.એમ. કાર્ડ ફરી. ની જાણ બહાર બદલાવી પોતાની પાસે રહેલ એસ.બી.આઇ. નુ. એ.ટી.એમ. કાર્ડ ફરી. ને આપી ત્યાંથી જતા રહી બાદ ફરી.ના એકાઉન્ટમાંથી કુલ રૂૂ-40,000 ઉપાડી લીધા હતાં. અને સાથે છેતરપીંડી કરી હતી. જે અંગે ગઇકાલે પોલીસે ફરિયાદ નોંધી હતી.

Advertisement

જેના આધારે પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડા ના માર્ગદશન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફ ને. તેમના અંગત બાતમીદારોથી તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેઝ આધારે સંયુક્ત રાહે હકીકત મળેલ કે સી.સી.ટી.વી. ફુટેઝમાં જોવા મળેલ છેતરપીંડી કરનાર શખ્સ શહેર ના પ્રદર્શન ગ્રાઉન્ડ અંદર નવા એસ.ટી.ડેપો માં આટા ફેરા કરે છે જેથી પોલીસે દરોડો પાડી ને આરોપી રાજવિર હસમુખભાઇ ભટ્ટ ( ઉ વ.38 , ધંધો - શેરબજાર ટ્રેડીંગ નો રહે. મીરા રોડ, મુંબઈ) ને ઝડપી લીધો હતો અને તેની પાસે થી રૂૂ.40 હજાર ની.રોકડ રકમ કબજે કરી હતી . પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement