પી.ડી.યુ મેડિકલ કોલેજના તબીબને છરી બતાવી પૈસા પડાવી લેનાર શખ્સ ઝડપાયો
જામનગર રોડ પર મેડિકલ કોલેજ બોયઝ હોસ્ટેલમાં રહેતા અને પી.ડી.યુ. મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન તબીબ તરીકે અભ્યાસ કરતાં દિપ પાંડોર (ઉ.વ.23)ને છરી બતાવી ધમકી આપી રૂૂા.3200 પડાવી લેનાર આરોપીને પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલામાં નીખીલપ્રસાદ ઉર્ફે રાજા અશોકપ્રસાદ સોની (ઉ.વ.27, રહે. કલ્યાણ પાર્ક શેરી નં.2, પત્રકાર સોસાયટી પાસે, એરપોર્ટ રોડ)નો સમાવેશ થાય છે. પ્ર.નગર પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી સ્કુટર, રોકડ ફોન અને છરી મળી કુલ રૂૂા.44, 100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દિપ 25મીએ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે સિવિલના ગેઈટ પાસે આરોપીએ ઈરાદાપૂર્વક તેનું સ્કુટર અથડાવી ઉભો રખાવી નુકશાનીના પૈસા આપવાનું કહી છરી બતાવી ધમકી આપી રૂૂા.3200 પડાવી લીધા હતા.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આ બનાવમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ? એ અંગે વધુ પુછપરછ શરૂૂ કરી છે. આ કામગીરી પ્ર. નગર પોલીસના પીએસઆઇ જે.એમ.જાડેજા,એ.એસ.આઈ આંનદભાઈ પરમાર, જેન્તીભાઈ વાવડીયા તથા પો.કોન્સ તોફિકભાઈ જુણાચ અને હિરેનભાઈ કારેથાએ કરી હતી.