સિનિયર સિટીઝન સાથે રૂા.1.81 કરોડની છેતરપિંડી કરનાર ઝડપાયો
હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈ ને લગત સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે. જેમાં જામનગરના એક સીનીયર સીટીઝન સાથે આ કેસના આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવતરું રચી, એકબીજાનું મેળાપીપણું કરી વિવિધ વોટ્સએપ ગ્રૂપ બનાવી, વિવિધ બેંક ખાતાઓનો અને વોટ્સએપ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરી, કોઉસવે નામની ફેક એપ્લીકેશનને સેબી માન્ય અને યુ.એસ.એક્સ્ચેન્જ એપ્લીકેશન તરીકે બતાવી ફરીયાદી સાથે તારીખ 30/09/2024 થી 23/10/2024 સુધીના સમયગાળામાં આ કામના આરોપીઓએ ફરીયાદી ને શેર માં રોકાણ કરાવી નફો કમાઈ આપવાની લાલચ આપી રૂૂપિયા એક કરોડ એક્યાસી લાખ નું રોકાણ કરાવ્યું હતું.
જેમાં આરોપીઓએ અલગ-અલગ બેંક ખાતાઓ મારફતે રોકાણ કરાવી શેરનો નફો કે રોકેલી મૂડી પરત નહી આપી ફરીયાદી સાથે આર્થિક ઓનલાઈન છેતરપિંડી કરી ગુન્હો કર્યો હતો. જે બાબતે સાયબર ક્રાઈમ પોલિસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયો હતો.
જેના અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ. એન.પી.ઠાકુર, વગેરે દ્વારા ઉપરોક્ત ગુના અંગે ટેકનિકલ એનાલિસીસ કરી, તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી રાજકોટ થી આરોપી આરીફ રહિમભાઈ રાઉમા (ઉ.વ.20 ).ને ઝડપી લીધો હતો. જેને જામનગર લઈ આવ્યા બાદ વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.