ખોટું નામ ધારણ કરી તેલના 11 ડબ્બાની ઠગાઇ કરનાર ઝડપાયો
એલસીબી ઝોન-2ની ટીમે બે મહિનાથી નાસતા ફરતા શખ્સને ઘરેથી જ પકડી લીધો
રાજકોટ શહેરનાં સાધુ વાસવાણી રોડ પર જનકપુરી કોમ્પલેક્ષમા રહેતા અને ખાદ્ય તેલનો વેપાર કરતા તુષાર જયંતીલાલ કાંજીયાએ શૈલેષ ભાલોડીયા નામ વાળા વ્યકિત સામે 11 સિંગતેલનાં ડબ્બા જેની કિંમત 29700 થાય તે સિંગતેલના ડબ્બા લઇ જઇ પૈસા નહી આપી છેતરપીંડી કરતા પોલીસમા ફરીયાદ નોંધવામા આવી હતી. આ ઘટના અંગે યુનીવર્સીટી પોલીસ મથકનાં સ્ટાફે આરોપીને સકંજામા લેવા તજવીજ શરુ કરી હતી.
આ અંગે એલસીબી ઝોન ર નાં પીએસઆઇ આર. એચ. ઝાલાની રાહબરીમા નાસ્તા ફરતા સ્કવોડનાં ધર્મેન્દ્રસિંહ ઝાલા અને અમીનભાઇ ભલુર સહીતનાં સ્ટાફે આ ગુનાનો ભેદ ઉકેલવા બાતમીનાં આધારે મોબાઇલ નંબરનાં આધારે અંબિકા ટાઉનશીપ પાસે આસોપાલવ એપાર્ટમેન્ટ ફલેટ નં 101 મા રહેતા અલ્પેશ મનસુખભાઇ પરમારને ઝડપી લઇ આરોપીને યુનીવર્સીટી પોલીસને સોપ્યો હતો. આરોપીની પુછપરછ કરતા પોતે કોઇપણ કરીયાણાની દુકાને જઇ વેપારીને તેનાં ગામનો હોવાની ખોટી ઓળખ આપી તેને વિશ્ર્વાસમા લીધા બાદ ખોટુ નામ અને સરનામુ જણાવી જથ્થાબંધ તેલનાં ડબ્બા ખરીદી કરી રૂપીયા નહી આપી છેતરપીંડી કરી ફરાર થઇ જતો હતો . આરોપી સામે અગાઉ 202ર મા પણ એક ફરીયાદ નોંધાઇ ચુકી છે.