For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં મારામારીના ગુનામાં પકડાયેલ શખ્સને પાસા

11:35 AM Mar 01, 2025 IST | Bhumika
મોરબીમાં મારામારીના ગુનામાં પકડાયેલ શખ્સને પાસા

Advertisement

મોરબી શહેરમાં અવારનવાર મારામારીના ગુન્હામાં પકડાયેલ ઇસમને પકડી પાડી પાસાં તળે સાબરમતી અમદાવાદ જેલ હવાલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.થોડા દિવસ પહેલા મોરબીના શનાળા રોડ પર આવેલ અજય લોરીયાની સેવા એજ સંપતી ઓફિસમાં પૈસાની લેતી દેતી મામલે તોડફોડ પણ જયેશ કાંસુન્દ્રા દ્વારા કરવામાં આવી હતી અને જયેશ કાસુન્દ્રા દ્વારા સોશિયલ મીડિયામાં બે વિડિઓ મૂકી અને અજય લોરીયા પર ગંભીર આરોપો પણ મુકવામાં આવ્યા હતા.

ત્યારે મોરબી શહેરમાં અવારનવાર મારામારીના ગુન્હા પકડાયેલ અસામાજિક ઇસમ જયેશભાઇ તુલશીભાઇ કાસુન્દ્રા (ઉ.વ.39) રહે.મોરબી રવાપર બોનીપાર્ક શ્રીનાજી પેલેસ ફલેટનં.501 મુળ રહે. ઘુનડા તા. ટંકારા વાળા વિરૂૂદ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement