ઉપલેટામાં ખનીજ માફિયાઓની ઠંડી ઉડાડતા મામલતદાર મહેતા
ખનીજ ચોરી માટે પંકાયેલ ઉપલેટા તેમજ ધોરાજી પંથકમાં અવારનવાર ખનીજ ચોરીઓની ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે ઉપલેટાના મામલતદાર નિખિલ મહેતા દ્વારા ચેકિંગ હાથ ધરી તપાસ કરતા અડધા કરોડ કરતાં વધારેનો ખનીજ સાથેનો મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફીયાઓની ફૂલ શિયાળામાં ઠંડી ઉડાડી દીધી હતી.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા તેમની ટીમ દ્વારા ઉપલેટાના મોટી પાનેલી અને સિદસર રોડ ઉપર આકસ્મિક ચેકિંગ દરમિયાન બે રેતી ભરેલ ટ્રક બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા જેની તપાસ કરતા તેના તાર ઉપલેટાના હરિયાસણ ગામે વેણુ નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા ખનીજ ચોરો સુધી રેલો પહોંચ્યો હતો. ઉપલેટા મામલતદાર નિખિલ મહેતાએ ભાયાવદર પીઆઈ ડી. બી. મજીઠીયાને સાથે રાખી વેણુ નદીના પટમાં રેડ કરતા એક હીટાચી મશીન, બે રેતી ભરેલા ડમ્પર સહિત કુલ અંદાજે રૂૂપિયા 50 લાખ 50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા રાજકોટ ખાણ ખનીજ વિભાગને આ અંગે જાણ કરી ભાયાવદર પોલીસને તમામ મુદ્દાઓ હતો. ભાયાદર પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય બાબત છે કે ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા ટુંક સમયમાં જ કરોડોની ખનીજ ચોરી જપ્ત કરી સરકારની તિજોરીમાં જમા કરાવી હતી.