ભાવનગરમાં દારૂ અને ડ્રગ્સ બાબતે મહિલા કોંગ્રેસ આક્રમક: પોલીસને પાઠવ્યું આવેદન
ભાવનગર શહેરમાં શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ સેવાદળના પ્રમુખ અને પ્રવક્તા મહિલા નેતા પ્રગતિબેન આહીરે પ્રેસ કોન્ફરન્સ યોજી શહેરમાં ઠેર ઠેર દારૂૂના હાટડા હોવાનું અને ગુગલ મેપ માં આનંદનગરમાં દારૂૂ મળશે તેવું લોકેશન હોવાનું જણાવ્યું હતું પોલીસ માત્ર દારૂૂબંધી હોવાનું નાટક કરતી હોવાનું પ્રગતિબેન આહીરે જણાવ્યું હતું અને ડીવાયએસપી ને આવેદનપત્ર આપી દારૂૂના દુષણ ને ડામવા માંગ કરી હતી.
પ્રગતિબેન આહીર એ જણાવ્યું હતું કે ગુજરાતએ ગાંધીજીના મુલ્યો અને વિચારોએ હંમેશા વરેલું રહ્યું છે. મહાત્મા ગાંધીજીની દારૂૂબંધીની હાલકને પગલે ગુજરાતમાં નશાખોરીને નાથવા સ્થાપના કાળથી જ તત્કાલીન સરકારએ કડક કાયદાકીય જોગવાઓ કરી હતી. ગુજરાતમાં દારૂૂ-ડ્રગ્સની બદીને લીધે યુવાનોને નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ગુજરાતદારૂૂ-ડ્રગ્સનું પ્રવેશ દ્વારા તો બન્યું જ છે. પરતું હવે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું છે તે અત્યંત ચિંતાજનક છે.
જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદ જીલ્લાનાં શિવપુર ગામનાં સ્થાનિક મહિલાઓ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાને રજૂઆત કરવામાંઆવી. અમિત ચાવડા ની સુચનાથી થરાદમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સ્થાનિક પોલીસ મથકએ રજૂઆત કરી હતી. શિવપુર ગામની શાળાની બાજુમાં જ ખુલ્લે આમ દારૂૂ-ડ્રગ્સનું સેવન થાય. મહિલાઓની વારંવાર રજૂઆત બાદ પણ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. મહિલા કોંગ્રેસ દ્વારા રેલી યોજી ડી વાય એસપી ને આ સાથેનું આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં પ્રદેશ નેતા પ્રગતિબેન આહીર, ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ એડવોકેટ દર્શનાબેન જોશી સહિત કોંગ્રેસની મહિલા આગેવાનો અને કાર્યકર બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી.
ભાવનગરમાં કોંગ્રેસ જ્યારે કાર્યક્રમ કે આવેદનપત્ર આપતી હોય છે ત્યારે પોલીસ તેની ધરપકડ કરે છે. પરંતુ આજે મહિલા કોંગ્રેસ એ પોલીસને જ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો હતો. તેમ મહિલા કોંગ્રેસ અગ્રણી દર્શનાબેન જોશી એ જણાવ્યું હતું.