લ્યો બોલો , હવે ફાકી ખવડાવવા મામલે માથાકૂટ થઇ, ગારીડાના યુવાન પર ત્રણ શખ્સોની ધોલધપાટ
રાજકોટ શહેરમાં અવાર નવાર નજીવી બાબતે મારામારીની ઘટનાઓ પોલીસે ચોપડે નોંધાય છે. ત્યારે ગઇકાલે રાજકોટ-કુવાડવા હાઇવે પર આવેલા ગરીડા ગામે પાનની કેબીને ફાકી ચોળતા યુવાન પાસેથી ફાકી ખાવા માંગતા યુવાને ફાકી આપવાનીના પાડતા ત્રણ શખ્સોએ મારમારતા એરપોર્ટ પોીલસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
બનાવની મળતી વિગતો અનુસાર, ગારીડા ગામે રહેતા દિનેશભાઇ ધરમશીભાઇ ધરજીયા નામના યુવાનની ફરિયાદ પરથી અરવિંદ ચના કુંજાણી, ગોરધન લીંબાભાઇ અને શીવી લીંબાભાઇ ઝાપડીયાનું નામ આપતા તેમની સામે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. દિનેશે ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પોતે છુટક મજુરી કામ કરે છે.
તા.15ના ગઇકાલે દિનેશભાઇ કામ પર જવા નીકળાત્યારેે ગામમાં આવેલી વિજયભાઇની પાનની દુકાને ફાકી ખાવા માટે ઉભો હતો ત્યારે ત્યાં ફાકી ચોળતી વખતે અરવિંદ ત્યાં આવ્યો અને કીધુ કે મને ફાકી ખવડાવ જેથી દિનેશ ફાકી આપવાની ના પાડી દીધી હતી. આ મામલે અરવિંદ ઉશ્કેરાય ગયો હતો અને દિનેશને માર માર્યો હતો અને આ જોઇ ગામના ગોરધનભાઇ અને શીવાભાઇ પણ ત્યાં આવી પહોચ્યા હતા.
તેમણે પણ દિનેશને માર મારતા ત્યાંના લોકોએ દિનેશને બચાવ્યો હતો. આ મામલે દિનેશને આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.