ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રેમિકાના પિતા અને ભાઇએ હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપતા પ્રેમીનો આપઘાતનો પ્રયાસ

05:03 PM Sep 28, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

શહેરમાં મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરામાં રહેતા યુવકને પ્રેમિકાના પિતા અને ભાઈએ હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતા પ્રેમી યુવાને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરામાં રહેતા વિજય રમેશભાઈ પરમાર નામનો 24 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં વિજય પરમાર ત્રણ ભાઈ એક બહેનમાં વચ્ચેટ છે અને અપરણિત છે. વિજય પરમાર બંગડીના કારખાના કારખાનામાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. વિજય પરમારને છેલ્લા દોઢ વર્ષથી પાડોશમાં રહેતી યુવતી સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો છે.

જે પ્રેમ પ્રકરણની યુવતીના પરિવારને જાણ થઈ જતા પ્રેમિકાના પિતા અને ભાઈએ હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતા વિજય પરમારે ડરના માર્યા ફીનાઇલ પી લીધું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement