લવ-સેકસ-ધોખા, PGVCLના કોન્ટ્રાકટરે લગ્નની લાલચ આપી મહિલા ઇજનેર ઉપર દુષ્કર્મ આચર્યુ
ડોકટર હોવાનું જણાવી ફસાવી, બીજી ગર્લફ્રેન્ડે ભાંડો ફોડયો
રાજકોટમાં રહેતી અને સરકારી નોકરી કરતી 45 વર્ષીય મહિલા અધિકારીનો ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી પોતે સિવીલ હોસ્પિટલમાં ડોકટર આદિત્ય પરમાર હોવાની ખોટી ઓળખ આપી કરણ જોધાભાઈ બારડ (રહે. હાલ ગાંધીગ્રામ વિસ્તાર, મૂળ ગાંગેઠા , તા.સુત્રાપાડા)એ અવાર-નવાર દૂષ્કર્મ ગુજારી અપમાનિત કર્યાની માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મહિલાએ પોલીસને જણાવ્યું કે તેને આરોપી સાથે ઈન્સ્ટાગ્રામમાં પરિચય થયો હતો. એ સમયે આરોપીએ તે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ડોકટર હોવાનું જણાવ્યું હતું. આથી તેણે તપાસ કરતાં સિવીલમાં ડોકટર આદિત્યસિંહ હોવાનું જણાવતા તેના પર વિશ્વાસ આવી ગયો હતો.જેથી તેણે આરોપીને તેની અને પરિવારજનોની વિગતો આપી હતી.બાદમાં બંને ઈન્સ્ટામાં ચેટ બાદ ફોન પર વાત કરવા લાગ્યા હતા.થોડા સમય બાદ પ્રથમ વખત તે મહાદેવવાડી વિસ્તારમાં આરોપીને મળી હતી.
બાદમાં બને અવારનવાર મળતા હતા.આરોપીએ તેના પરિવારની મુશ્કેલી અને દુ:ખ જણાવી તેને ઈમોશ્નલ કરી દીધી હતી.ગઈ તા.27-2ના આરોપીએ મારા માતાને કેન્સર ડિટેકટ થયું છે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. તેમ ફોનમાં કહેતા તું તારા પરિવાર સાથે મુલાકાત કરાવ પછી વિચારીશ તેમ જવાબ આપ્યો હતો. બાદમાં માર્ચમાં તેને લગ્નની હા પાડી હતી. એપ્રીલમાં આરોપીએ રડતા રડતા કોલ કરી મારા મોટા બાપુ અને તેનો પુત્ર મને મારી નાખશે તું મને અહીંથી લઈ જા કહેતા તે આરોપીને તેના ઘરે લાવી હતી.જેના બીજા દિવસે આરોપી જતો રહ્યો હતો.
ત્યાર બાદ રાત્રે આરોપીએ ફરી ઘરે આવી તેને પોતાની તકલીફ જણાવી મે તને મનોમન પત્ની માની લીધી છે કહી દૂષ્કર્મ આચર્યું હતું.જે પછી આરોપીએ અવાર-નવાર તેના ઘરે જઈ તું મારી ગર્લફ્રેન્ડ નથી, તું મારી પત્ની જ છો કહી અવાર-નવાર હવસનો શિકાર બનાવી હતી.ગઈ તા.20-5ના અન્ય મહિલાએ વોટસએપ મેસેજ કર્યો હતો. જે સ્ક્રીન શોટ આરોપીને મોકલતા તેણે તે મહિલા સાથે સંપર્ક રાખવાની ના પાડી હતી. તેમજ આરોપીએ તે મહિલાને તેના જ ફોનમાંથી કોલ કરી ધમકાવી હતી.
બાદમાં તેણે બંનેની વાતચીતનું કોલ રેકોર્ડીંગ સાંભળતા જાણ થઈ હતી કે આરોપી તબીબ નહીં પરંતુ કરણ બારડ છે.આથી તેણે આરોપીને આ અંગે પૂછતા તેણે ગોળગોળ જવાબ આપી ફરી હવસનો શિકાર બનાવી હતી.તેણે તે મહિલાને આરોપી વિશે વધુ માહિતી માટે કોલ કરતા તેણે જણાવ્યું હતું કે, આરોપી કરણ છે. તેને આરોપી સાથે દસ વર્ષથી સંબંધ હતો.તે ડોકટર હોવાની વાત ખોટી છે તેમજ આરોપી વીજતંત્રમાં પેટા કોન્ટ્રાકટ રાખતો હોવાનું જણાવ્યું હતું.
એટલું જ નહીં આરોપીએ તેની ઓફિસે અર્નેક વખત જઈ ગાળો દઈ અપમાનીત કરતા અંતે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલાની જાસૂસી કરવા તેના સ્કૂટરમાં જીપીએસ ટ્રેકર લગાવ્યું!
આરોપી કરણ બારડની ગર્લફ્રેન્ડ સાથે ફરીયાદીએ મળવાનુ નકકી કરતા તા. 9-6 નાં રોજ ફરીયાદી મહીલા કરણની ગર્લફ્રેન્ડને મળવા જઇ રહી હતી ત્યારે રસ્તામા તેનુ સ્કુટર બંધ પડી ગયુ હતુ. જેથી મહીલાએ તેની ગર્લફ્રેન્ડને તે સ્થળે મળવા બોલાવી હતી અને બંને ઉભા હતા. ત્યા અચાનક આરોપી આવી પહોંચ્યો હતો. અને આરોપીએ મહીલાને ગાળો આપવાનુ શરૂ કર્યુ હતુ આ સમયે ફરીયાદી મહીલાને વિચાર આવ્યો હતો કે આરોપીને કેવી રીતે ખબર પડી કે તેની ગર્લફ્રેન્ડને મળવાની છે. ત્યારબાદ ત્યાથી બંને અલગ પડયા હતા. અને મહીલા ત્યાથી ગેરેજમા સ્કુટર રીપેરીંગ કરવા પહોંચી. ત્યારે જાણ થઇ કે આરોપીએ જાસુસી કરવા માટે તેમનાં સ્કુટરમા જીપીએસ ટ્રેકર લાગવી દીધુ હતુ.