કુવાડવા પાસે પ્રેમસંબંધ મામલે બઘડાટી :યુવાન અને તેની બે બહેનો પર પાઇપ વડે હુમલો
યુવતીના પતિ, જેઠ સહિત ચાર શખ્સો સામે પોલીસમાં નોંધાતો ગુનો
શહેરમા કુવાડવા રોડ પર પરીણીતા સાથેના પ્રેમસબંધ મામલે યુવાન અને તેની બે બહેનો પર ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા કુવાડવા પોલીસમા ગુનો નોંધવામા આવ્યો હતો આ મામલે પોલીસે તમામ આરોપીને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ વાંકાનેરના સીંધાવદરમા રહેતા અજય નવઘણભાઇ ફાંગલીયા નામના યુવાને યુવતીના પતિ સુરેશ ગેલા હાડગરડા, યુવતીના જેઠ પેથા હાડગરડા અને બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધવામા આવ્યો હતો. આ ઘટના મામલે અજયભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે સાંઇપર ગામના ગોવિંદભાઇ ટોળીયાની દિકરી શ્રધ્ધા સાથે પોતાને પ્રેમ સબંધ હતો તેમજ ત્યારબાદ તેઓએ પ્રેમલગ્ન કરી લીધા હતા પરંતુ સમાજને આ પ્રેમસબંધ મંજુર ન હોય જેથી અજય અને શ્રધ્ધા બને રાજીખુશીથી અલગ થઇ ગયા હતા. ત્યારબાદ શ્રધ્ધાના લગ્ન અજયના સગા ભાઇ વિજયના કૌટુંબીક સાળા સુરેશ સાથે કરવામા આવ્યા હતા.
તેમજ અજય પોતે ડ્રાઇવીંગ કામ કરતો હોવાનુ જણાવ્યુ છે. ગઇ તા. 8 ના રોજ સાંજના સમયે અજય વાંકાનેર રોડ પરથી ઇકો કાર લઇને પરત રાજકોટ બાજુ આવતો હતો ત્યારે શ્રધ્ધાના પતિ સુરેશ અને તેમના જેઠ પેથાભાઇ તેમની સાથે છોટા હાથીમા આવેલા બે અજાણ્યા શખ્સોએ અજયની ઇકો ગાડી રોકી હતી અને ગાળો આપવા લાગ્યા હતા.
ત્યારબાદ આ દરમ્યાન અજયની ગાડીમા બેઠેલા તેમના બહેન સપનાબેન અને આશાબેન બંનેએ વચ્ચે પડતા અજય અને સુરેશ વચ્ચે ઝઘડો થયો હતો અને આ સમયે આરોપી સુરેશ સહીત ચારેય શખ્સોએ પાઇપ લઇ અજય અને તેમની બહેર પર હુમલો કર્યો હતો. આ ઘટનામા દેકારો થઇ જતા લોકો એકઠા થઇ ગયા હતા અને આરોપીઓ ત્યાથી ફરાર થઇ ગયા હતા.
આ મામલે અજય અને તેમની બહેનોને સૌપ્રથમ કુવાડવા બાદ ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયા હતા જેમા અજયભાઇને પગમા ફ્રેકચર થયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવનુ કારણ અજયને અગાઉ શ્રધ્ધા સાથે પ્રેમસબંધ હોય જેનો ખાર રાખી હુમલો કરવામા આવ્યો હતો.