રાજુલામાં મોબાઇલ શો રૂમના તાળા તૂટયા : પાંચ ફોનની ચોરી
રાજુલા શહેરમાં આવેલ એસટી બસ સ્ટેન્ડ નજીકનો એ.ડી એન્ટરપ્રાઇઝ તફળતીક્ષલ કંપનીના ઓથોરાઈઝ શો રૂૂમમાં મોડી રાત્રિના અજાણ્યા શખ્સો દ્વારા તાળા તોડી અને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો મોડી રાત્રિના આ શખ્સો દ્વારા તાળા તોડી અને આ શોરૂૂમમાં આ ચોરો પ્રવેશેલા અને મોબાઈલ ચોરવા નો પ્રયાસ કરેલો પરંતુ નવા મોબાઈલ કબાટમાં હોય અને કબાટના તાળા તોડવાનો પ્રયાસ આ ચોરો દ્વારા કરવામાં આવેલો પરંતુ તાળા તૂટેલા નહીં અને ત્યારબાદ આ ચોર દ્વારા જે શોરૂૂમમાં ગ્રાહકોને બતાડવામાં માટે કંપની તરફથી આપવામાં આવતા ડેમો મોબાઈલ કુલ પાંચ નંગ આ ચોર દ્વારા ચોરી કરવામાં આવ્યા ત્યારે ઉપરોક્ત ઘટનાની જાણ વહેલી સવારે આ શોરૂૂમના માલિકને થતા શોરૂૂમના માલિક દ્વારા રાજુલા પોલીસની આ બાબતે જાણ કરવામાં આવેલી રાજુલા પોલીસને વહેલી સવારે આ જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ત્યારબાદ રાજુલા પોલીસ દ્વારા સી.સી.ટીવીની ફૂટેજ ના આધારે તપાસ શરૂૂ કરવામાં આવી અને સીસીટીવી ફૂટેજ ના આધારે ચોર દ્વારા ચોરી રાત્રિના..2.30 કલાકની આસપાસ આ ચોર દ્વારા ચોરી કરવામાં પ્રયત્નો કરવામાં આવેલ ત્યારે આ ચોરીમાં કુલ પાંચ મોબાઇલ ચોરી કરી ગયા નું રાજુલા પોલીસમાં જાહેર કરેલ છે...