For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં વ્યાજખોરો બેફામ, ત્રણ લાખના નવ લાખ વસુલી મારી નાખવાની ધમકી

01:11 PM Nov 20, 2025 IST | Bhumika
મોરબીમાં વ્યાજખોરો બેફામ  ત્રણ લાખના નવ લાખ વસુલી મારી નાખવાની ધમકી

મોરબી શહેરમાં વ્યાજખોરો કોઈનાથી પણ બીતા નથી કોઈ વ્યક્તિ મરે કે જીવે વ્યાજખોરોને બસ તેના રૂૂપિયાથી મતલબ હોય છે ત્યારે મોરબીના એક વેપારીના ભાઈ આરોપી પાસેથી 30 ટકા વ્યાજે ત્રણ લાખ લિધા હોય જેનુ નવ લાખ જેટલું વ્યાજ આપેલ તેમ છતા વેપારીએ આરોપીને ત્રણ લાખ પાંચ ટકા વ્યાજે ચૂકવી આપવાની વતા કરેલ તેની અવેજમાં વેપારીના ભાઈએ ચેક આપેલ હોય અને વેપારીએ વ્યાજની રકમ સમયસર ન આપતા આરોપીએ વેપારીને અલગ અલગ જગ્યાએ બોલાવી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

Advertisement

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ નિતિન પાર્ક સોસાયટી બ્લોક નં -15/એ માં રહેતા અને વેપાર કરતા ચેતનભાઈ કાંતિલાલ થોરિયા (ઉ.વ.35) એ આરોપી ટીનાભાઈ ઉર્ફે વરૂૂણભાઈ જીવણભાઈ જીલરીયા રહે. શનાળા મોરબી તથા ભાવેશભાઈ રબારી રહે. બન્ને મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઇએ આરોપી ટીનાભાઈ પાસેથી આજથી આશરે દોઢેક વર્ષ પહેલા ત્રણ લાખ રૂૂપીયા 30 % ના દરે વ્યાજવા લીધેલ અને નવ લાખ જેટલુ વ્યાજ આપેલ ત્યારબાદ ફરીયાદીના ભાઇએ આરોપી પાસેથી ઉચા વ્યાજે લીધેલ અને ફરીયાદીના ભાઇએ આરોપીને 30% લેખે દર માસે 90,000/- વ્યાજના આપેલા તેમ છતા ફરીયાદીએ આરોપી પાસેથી ત્રણ લાખના પાચ ટકાના વ્યાજ ચુકવી આપવાની વાત કરેલ અને તેની અવેજીમા ફરીયાદીના ભાઇએ તેના બેન્કનો ચેક રૂૂ.3,50,000/- નો લખી આપેલ હોય અને ફરીયાદીએ આરોપીને વ્યાજની રકમ સમય સર નહી આપતા આરોપીએ ફરીયાદીને અલગ અલગ જગ્યાએ બોલાવી ગાળો આપેલ અને બન્ને આરોપીઓ ફરીયાદીના ઘર પાસે જઇ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 351(3), 352, 54 તથા મનીલેન્ડર્સ એકટ 2011 ની કલમ 40,42 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement